જૂનાગઢ મહાનગરપાલીકા આર્થિક તંગીનો સામનો કરી રહયું છે. એક તરફ જૂનાગઢ મહાનગરપાલીકા લેણું વસુલ કરી શકતી નથી અને બીજી તરફ પીજીવીસીએલના કરોડો રૂપિયાનું બિલ ભરવાના નાણાં નથી. જૂનાગઢ મનપાનું અનેક સરકારી સંસ્થાઓ પાસે કરોડો રૂપિયાનું લેણું બાકી છે અને નાણાંની વસુલાત જૂનાગઢ મનપા ન કરી શકતું હોય જાે લેણું સમયસર મળે તો જ મનપા તંત્ર દેવું ભરપાઈ કરી શકે તેમ છે. હાલ જૂનાગઢ મહાનગરપાલિકાનું રૂા.ર,૧૯,૩પ,૩૬ર રૂપિયાનું લેણું છે. આ રકમ જાે મનપા ઉઘરાવી લે તો જ જૂનાગઢ મહાનગરપાલિકા નાણાંકીય કટોકટીમાંથી બહાર આવી શકે. જાે કે, કેટલીક સરકારી સંસ્થાઓએ તો નાણાં ભરપાઈ કરી દીધા છે તેમ છતાં હજુ અનેક સંસ્થાઓ જૂનાગઢ મનપાએ લેવાના થતા નાણાં ભરપાઈ કરવામાં ઠાગાઠૈયા કરતી હોય હાલ આર્થિક તંગીનો સામનો જૂનાગઢ મનપા કરી રહેલ છે. જૂનાગઢ મનપાની સરકારી સંસ્થાઓ પાસે લેણી રકમ બાકી છે તેમાં અભિલેખાગાર કચેરી રૂા.૩૭,૯૭,૯૧૭, કાર્યપાલક ઈજનેર પબ્લીક હેલ્થ રૂા. ૭,પ૪,૮૪૯, પીડબલ્યુડી હસ્તકનું મ્યુઝીયમ રૂા. ૬,પ૯,૩૬પ, જિલ્લા કલેકટર કચેરી રૂા. ૮,૮૯,૭ર૦, જિલ્લા વિકાસ અધિકારી કચેરી રૂા.૧૦,૩૦, ૭૪૭, તાલુકા સેવા સદન ૮,૮ર,૪૯ર તેમજ પીડબલ્યુડી હસ્તકની સીટી સર્વે એન લેન્ડ રેકર્ડ કચેરી રૂા.ર,૭ર,૮૭૬નો સમાવેશ થાય છે. જૂનાગઢ મનપાનું જે સંસ્થાઓ પાસે લેણું છે તે સમયસર નાણાં ચૂકવી સહકાર આપે તે આવશ્યક છે. દરેક સરકારી સંસ્થાઓ યોગ્ય સમયે નાણાં જૂનાગઢ મનપામાં ભરપાઈ કરી દે તે સમયની માંગ છે. વર્ષ ર૦ર૦ના નાણાંકીય વર્ષની શરૂઆતમાં ૧ એપ્રિલ ર૦ર૦થી સરકારી આયુર્વેદ કોલેજ, કૃષિ યુનિવર્સિટી-લાલબાગ, વિસ્તરણ શિક્ષણ નિયામક, પોલીસ અધિક્ષક કચેરી, જીએમઈઆરએસ મેડીકલ કોલેજ, જિલ્લા તિજાેરી કચેરી, એસટી, જિલ્લા અભિલેખાગાર કચેરી, કાર્યપાલક ઈજનેર પબ્લીક હેલ્થ, પીડબલ્યુડી હસ્તકનું મ્યુઝીયમ, જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા વિકાસ અધિકારીની કચેરી, તાલુકા સેવા સદન, પીડબલ્યુડી હસ્તકની સીટી સર્વે અને લેન્ડ કચેરી પાસે જૂનાગઢ મનપાનું લેણું બાકીહતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews