ર૧ ડીસેમ્બર સોમવારે લાંબામાં લાંબી રાત્રી અને દિવસ ટુંકો : વિજ્ઞાન જાથા

0

ર૧ ડિસેમ્બરે રાત લાંબી અને દિવસ ટુંકાનો લોકો અનુભવ કરશે. પૃથ્વી ર૩.પ અંશે ઝુકેલી હોવાના કારણે દિવસ-રાતમાં લાંબા- ટુંકા, ફેરફાર અને ઋતુઓ ઉત્પન્ન કરવામાં કારણભુત છે. સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરે છે તેથી ઉત્તરાયણ કહેવામાં આવે છે. પૃથ્વીની ધરી સીધી હોત તો દિવસ-રાત ૧ર-૧ર કલાકની બને છે. સોમવારે રાજકોટમાં ૧૩ કલાક અને ૧૪ મિનિટ ૧૧ સેકન્ડ તથા જૂનાગઢમાં ૧૩ કલાક ૧૧ મિનિટ પ સેકન્ડની સૌથી લાંબી રાત્રીનો લોકો અનુભવ કરશે. ભારત જન જાથા લોકોને દિવસ-રાતના સામાન્ય ફેરફારોનો અનુભવ કરવા અપીલ કરવામાં આવી છે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે રાજકોટમાં રાત્રી ૧૩ કલાક ૧૪ મિનિટ ૧૧ સેકન્ડ, જૂનાગઢમાં રાત્રી ૧૩ કલાક ૧૧ મિનિટ પ સેકન્ડ, દ્વારકામાં રાત્રી ૧૩ કલાક ૧૩ મિનિટ પ૯ સેકન્ડ, અમદાવાદમાં ૧૩ કલાક ૧૭ મિનિટ ૧૧ સેકન્ડ, મુંબઈમાં રાત્રી ૧૩ કલાક ૦૧ મિનિટ ર૭ સેકન્ડ, ઉજજૈનમાં રાત્રી ૧૩ કલાક ૩૬ મિનિટ, ૦૭ સેકન્ડ, દિબ્રુગઢમાં રાત્રી ૧૩ કલાક ૩૬ મિનિટ ૦૭ સેકન્ડ, કાશ્મીરમાં રાત્રી ૧૩ કલાક ૪૩ મિનિટ પ૬ સેકન્ડ, કન્યાકુમારીમાં રાત્રી ૧ર કલાક ર૧ મિનિટ ૦૯ સેકન્ડ લાંબી રાત્રીનો લોકો અનુભવ કરશે. ત્યારબાદ તા.રર મંગળવારથી રાત્રી ક્રમશઃ ટુંકી અને દિવસ ક્રમશઃ લાંબો થશે. પૃથ્વીનો ઝુકાવ સૂર્યને પરિભ્રમણ ગતિ, સૂર્ય હોય છે તો દક્ષિણ ગોળાર્ધમાં પણ તે પૃથ્વી તરફ ગતિ કરે છે. નાના-મોટા શહેરોમાં સામાન્ય મિનિટોનો તફાવત જાેવા મળે છે.
વધુમાં પંડયાએ જણાવ્યું કે સૂર્ય તેના આકાશમાં વિચરણમાં ઉત્તર ગોળાર્ધમાં ર૩.પ અક્ષાંશ સુધી જ જાય છે અને પછી ત્યાંથી પાછો ફરે છે. તે ર૩.પ અંશ ઉત્તર અક્ષાંશને ઓળંગતો નથી. પૃથ્વી ઉપર ર૩.પ ઉત્તર અક્ષાંસને કર્કવૃત્ત કહે છે. પૃથ્વી ઉપરના ર૩.પ દક્ષિણ અક્ષાંશને મકરવૃત્ત કહે છે. વિશેષમાં જયંત પંડયા જણાવે છે કે પૃથ્વીની ર૩.પ અંશે ઝુકેલી ધરીને કારણે પૃથ્વી ઉપર ઋતુઓ ઉત્પન્ન થાય છે અને ધ્રુવ પ્રદેશો ઉપર છ-છ મહિનાના દિવસ અને રાત થાય છે. પૃથ્વીના ગોળા ઉપર ઉંચે અક્ષાંશે જે બારે માસ ઠંડી રહે છે ત્યાં બારેય માસ બરફ છવાયેલો રહે છે. અંતમાં જાથાએ આકાશ તરફ લોકો નજર કરતાં થાય અને ખગોળ વિષય ઉપર રૂચિ કેળવાય તે માટે અભિયાન આદર્યુ છે. સોમવારે લોકો લાંબી રાત્રીનો અનુભવ કરી બીજે દિવસથી રાત્રી ક્રમશઃ ટુંકી અને દિવસ ક્રમશઃ લાંબો થશે. વિશેષ માહિતી માટે મો.૯૮રપર૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!