જૂનાગઢ ગિરનાર રિઝર્વ ફોરેસ્ટના ઇકો સેન્સ્ટિવ ઝોનના કેટલાક વિસ્તારમાં ગેરકાયદેસર ખનન અને ખાણકામ થતાં હોવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલી અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટે જૂનાગઢ કલેકટર અને પ્રિન્સિપલ કન્ઝર્વેેટર ઓફ ફોરેસ્ટ અને ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડનને નોટિસ પાઠવી રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે જૂનાગઢ અને ભેંસાણ તાલુકામાં આવેલા ઇકો સેન્સ્ટિવ ઝોનમાં ગેરકાયદેસર ખનન અને ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ મુદ્દે અગાઉ જૂનાગઢ કલેકટર અને જૂનાગઢ જિલ્લા પોલીસવડાને પણ ફરિયાદ કરવામાં આવી હતી અરજદાર વતી રજુઆત કરવામાં આવી હતી કે, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ૨૦૧૨માં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં એશિયાઈ સિંહોના અને અન્ય જીવોના રક્ષણ માટે લાંબા સમય સુધી સંરક્ષણની વાત કરવામાં આવી છે. આ જાહેરનામાંના ક્લોઝ ત્રણમાં ઇકો સેન્સ્ટિવ ઝોનમાં કઈ પ્રવૃત્તિઓ કરી શકાય અને ન કરી શકાય તેની જાણકારી આપવામાં આવી છે જેમાં ઇકો સેન્સ્ટિવ ઝોનમાં ગેરકાયદેસર ખણકામ અથવા વિસ્તારના ઇકોલોજી અને જળ જીવનને અસર થાય તેવી પ્રવૃત્તિઓ કરવા અંગે પણ મનાઈ છે. સરકારના જાહેરનામામાં પર્યાવરણની દ્રષ્ટિએ ગિરનાર વાઈલ્ડ અભયારણ્ય પાસે આવેલા ઇકો સેન્સ્ટિવ ઝોનને સંરક્ષિત રાખવાની વાત રજૂ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે સંબંધિત સત્તાધીશોને આ વિસ્તારમાં જાે કોઈ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલતી હોય તો તેને અટકાવવા પગલાં લેવાનો નિર્દેશ કર્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews