શિયાળાની કાતિલ ઠંડીના દોરમાં સમગ્ર જીવસૃષ્ટિ પ્રભાવિત થયેલ છે. ત્યારે જૂનાગઢ ખાતે આવેલા સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઠંડીનાં સમયગાળામાં રક્ષણ આપવા પક્ષીઓ અને પ્રાણીઓને માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
શિયાળાની કડકડતી ઠંડી શરૂ થઈ ચુકી ૃછે. વહેલી સવારે ગાઢ ધુમ્મસની સાથે દિવસભર ઠંડો પવન અનુભવાઈ રહયો છે તેવા સમયે સકકરબાગ ઝુ માં વસતા ૧પ૦૦ થી વધુ પ્રાણીઓ – પક્ષીઓને ગરમાવો મળે તે માટે અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જૂનાગઢના સકકરબાગ ઝુ માં દર વર્ષે શિયાળો હોય કે ચોમાસુ કે પછી ઉનાળો હોય જે ઋતુ પ્રમાણે અહીં વસતા વન્ય પ્રાણીઓ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. જેમ ઉનાળામાં ગરમીથી બચવા માટે દરેક પાંજરા ઉપર પાણીનો મારો કરવામાં આવે છે, બરફની પ્લેટ આપવામાં આવે છે, તેમ શિયાળામાં પ્રાણીઓને ગરમાવો મળે તેવા સાધનો મુકવામાં આવેલ છે.
સકકરબાગ ઝુ માં સિંહ-દીપડા સહિતના વન્ય પ્રાણીઓ માટે તેમના પાંજરા બહાર ફરતે ગ્રીન નેટ બાંધી દેવામાં આવે છે. જેનાથી પવનથી રક્ષણ મેળવી શકાય, તેવી જ રીતે સરીસૃપ માટે ઘાસ, રેપ, ટાઈલ્સ માટે માટલામાં લેમ્પ મુકવામાં આવેલ છે. તેમજ ગરમ હવા માટે હીટર મુકવામાં આવેલ છે.
શિયાળામાં વન્ય પ્રાણીઓના ખોરાકમાં પણ ખાસ્સો વધારો કરાયો છે. સામાન્ય દિવસો કરતા સિંહ- દીપડા સહિતના માંસાહારી પ્રાણીઓના ખોરાકમાં દોઢ ગણો વધારો કરવામાં આવે છે અને નિયમિત ડોકટરો દ્વારા ચકાસણી કરવામાં આવે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews