જૂનાગઢમાં ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરી અને પઠાણી ઉઘરાણી કરનારા ત્રણને ઝડપી લેતી પોલીસ

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં વ્યાજખોરો દ્વારા લોકોને હેરાન કરવાના બનાવો દરેક જગ્યાએ વધેલા હોવાની ફરિયાદો આધારે જૂનાગઢ પોલીસ દ્વારા પ્રજાની મદદ કરવાની અને તેઓને કોઈ વ્યાજખોરો તરફથી બળજબરી કરવામાં આવતી હોય, વ્યાજના હપ્તાઓ માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય, બળજબરીથી નાણાં કઢાવવા માટે ધમકીઓ આપવામાં આવતી હોય કે ગેરકાયદેસર વ્યાજ વટાવનો ધંધો કરવામાં આવતો હોય, તેઓની માહિતી આપવા હેલ્પ લાઇન નંબર(પ્રદીપસિંહ જાડેજા, ડીવાયએસપી, જૂનાગઢ મોબાઈલ નંબર ૯૯૭૮૪ ૦૭૮૯૮ ઉપર તેમજ એચ.આઇ. ભાટી, પો.ઇન્સ., સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ મોબાઈલ નંબર ૯૭૨૭૭ ૨૨૪૮૮ ઉપર તથા અથવા પોલીસ કંટ્રોલ રૂમ)ને આપી, મદદ માંગવા જાણ કરવામાં આવેલ છે. જે હેલ્પલાઇન નંબર આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.જી.ચૌધરી, પી.એસ.આઇ. જે.એચ.કછોટ, હે.કો. મોહસીનભાઇ પો.કો. વીક્રમસિહ, નારણભાઇ, સંજયભાઇ સહિતની ટીમ દ્વારા સઘન કાર્યવાહી કરી, આરોપીઓ (૧) હારૂન આમદભાઇ સમા રહે. મજેવડી દરવાજા પાસે, સંધીપરા, જૂનાગઢ, (૨) મૌલીક ભરતભાઇ પારેખ રહે. તળાવ દરવાજા, નીલધારા એપાર્ટમેન્ટ, જૂનાગઢ તથા (૩) રાકેશ વીનુભાઇ પરમાર રહે. ઢાલરોડ, હનુમાન ગલી, જૂનાગઢ વિરૂદ્ધ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ અલગ અલગ બે ગુન્હાઓ નોંધવામાં આવેલ છે. જેમાં એક ગુન્હાના ફરિયાદીએ આરોપી હારૂન સમા પાસેથી રૂા. ૧૦,૦૦૦/- વ્યાજે લીધેલા અને દર મહિને રૂા. ૪,૦૦૦/- લેખે કુલ રૂા. ૩૬,૦૦૦/- વ્યાજના આપેલ હોવા છતાં, હજુ વ્યાજ તથા આપેલ રૂપીયા માંગી રહ્યો હોય અને વ્યાજના આટલા બધા રૂપિયા આપેલ હોવા છતાં ધાક ધમકી આપી, ત્રાસ આપવાનું ચાલું રાખવામાં આવેલ હોય, જ્યારે બીજા ગુન્હામાં ફરિયાદીના મિત્રને પૈસાની જરૂરી હોય જેથી ફરિયાદીને આરોપી મૌલીક પારેખ તથા રાકેશ પરમાર પાસેથી પૈસા લેવા મોકલેલ અને આરોપીઓ પાસેથી રૂા. ૨૦,૦૦૦/- વ્યાજે લીધેલા અને દર મહિને રૂા. ૪,૦૦૦/- લેખે વ્યાજના પૈસા આપવાના હોય અને જેણે રૂપિયા લીધેલ તે મિત્ર મરણ ગયેલ હોય અને આરોપીઓને પૈસા આપવાના બાકી હોય, જેથી આરોપીએ ફરીયાદી પાસેથી રૂા. ૬૮,૦૦૦/- માંગી રહયા હોય અને ફરીયાદીને ધાક ધમકી આપી, ત્રાસ આપવાનું ચાલું રાખવામાં આવેલ હોય, બંને ફરિયાદીઓએ અલગ અલગ ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા આરોપીઓ (૧) હારૂન આમદભાઇ સમા ઉવ.૪૨ રહે.જૂનાગઢ મજેવડી દરવાજા પાસે સંધીપરા (૨) મૌલીક ભરતભાઇ પારેખ ઉવ.૩૪ રહે.જૂનાગઢ તળાવ દરવાજા નીલધારા એપાર્ટમેન્ટ, (૩) રાકેશ વીનુભાઇ પરમાર ઉવ.૩૮ રહે.જૂનાગઢ ઢાલરોડ હનુમાન ગલી વાળાઓની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપી હારૂન આમદભાઈ સમા વિરૂધ્ધ ભૂતકાળમાં જૂનાગઢ રેલવે પોલીસ સ્ટેશન અને ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે પણ લૂંટ, વિશ્વાસઘાત, ધમકી આપવા બાબતના ગુન્હાઓ દાખલ થયેલ હોય, આંતરજિલ્લા ગુન્હેગાર હોવાનું જણાય આવેલ છે. તેમજ પકડાયેલ આરોપીઓ દ્વારા અન્ય કેટલા વ્યક્તિઓને વ્યાજે રૂપિયા આપેલા છે, પઠાણી ઉઘરાણી કરવા માટે કોને કોને ધાક ધમકી આપી છે ? વિગેરે મુદ્દાઓ ઉપર પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે. ઉપરાંત પકડાયેલ આરોપીઓના ફોટોગ્રાફ તથા નામ જાહેર કરી, કોઈ વ્યક્તિઓને આ આરોપીઓ દ્વારા વ્યાજે રૂપિયા આપેલ હોય અને ઉઘરાણી માટે ધાક ધમકી આપવામાં આવતી હોય તો, ઉપરોક્ત હેલ્પ લાઇન નંબર અથવા પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જૂનાગઢ પોલીસની એક યાદીમાં જણાવાયું છે. તાજેતરમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના આધારે જૂનાગઢ જિલ્લામાં વ્યાજખોરો સામે ખાસ ઝુંબેશ હાથ ધરી, લોકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી છોડાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા લોકડાઉનના કપરા સંજાેગોમાં વ્યાજખોરોને નાથવા તેમજ વ્યાજખોરીનો ભોગ બનતા લોકોને મદદ કરવાના અભિયાન અને અભિગમના કારણે, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ભાવના દર્શાવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!