સોમનાથ મંદિરના ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવતી ડોકયુમેન્ટ્રી ફિલ્મ દર્શાવવામાં આવશે

0

જગવિખ્યાત સોમનાથ મંદિરે આવતા દેશ-વિદેશના પર્યટકો સોમનાથ મંદિરના ઘ્વંશ અને પુર્નઃનિર્માણના ઇતિહાસથી અવગત થઇ શકે તે હેતુથી એક કલાકની ડોકયુમેન્ટ્રી ફિલ્મના એક-એક કલાકના ત્રણ શો દર્શાવવાનું આયોજન કરી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂઆત કરવામાં આવેલ છે. આ ત્રણ શો મંદિર પરીસરના સંકીર્તન હોલમાં સવારના ભાગમાં બે અને સાંજે એક શો દર્શાવવામાં આવશે.
સોમનાથ મંદિરના ભવ્ય ઇતિહાસથી નવી પેઢી વાકેફ થાય તે હેતુસર શરૂ કરાયેલ ડોકયુમેન્ટ્રી ફિલ્મ બતાવવાના આયોજન અંગે સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, સોમનાથ મંદિરના ઘ્વંશ અને પુર્નઃનિર્માણના રોચક ઇતિહાસ દર્શાવતી ડોકયુમેન્ટ્રી ફિલ્મની સ્ક્રીપ્ટ સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી.કે. લ્હેરી દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જે સ્ક્રીપ્ટના આધારે અમદાવાદની વિજયગીર ફિલ્મસ દ્વારા ૫૬ મિનિટની ડોકયુમેન્ટ્રી ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. સોમનાથ મંદિરે દર્શનાર્થે આવતા ભાવિકો પરીસરમાં આવેલ સંકીર્તન હોલમાં આ ડોકયુમેન્ટ્રી ફિલ્મ નિહાળી શકે તેવી વ્યવવસ્થા કરવામાં આવી છે. જેમાં સંકીર્તન હોલમાં પ્રોજેકટર અને સાઉન્ડ સીસ્ટમ થકી શો દર્શાવવામાં આવશે. જેમાં એક શો માં ૭૫ લોકો સોશ્યલ ડીસ્ટન્સ સાથે બેસી શકે તેવી વ્યવસ્થા હાલ કોરોનાને ધ્યાને લઇ ઉભી કરવામાં આવી છે. દિવસ દરમ્યાન સવારે ૮ થી ૯, ૯ઃ૩૦ થી ૧૦ઃ૩૦ અને સાંજે ૫ થી ૬ એમ ત્રણ શો દર્શાવવામાં આવશે. શો માં એક ટીકીટનો દર રૂા.૨૦ રાખવામાં આવેલ છે. શો ની ટીકીટ મંદિર પરીસરમાંથી ભાવિકોને મળી રહે તેના માટે કાઉન્ટર શરૂ કરાયેલ છે.
વધુમાં જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, અત્યાર સુધી સોમનાથ મંદિરે આવતા દેશ-વિદેશના પર્યટકો દરરોજ રાત્રીના સમયે જ માત્ર એક જ વખત દર્શાવાતા લાઇટ એન્ડા સાઉન્ડ શો થકી સોમનાથ મંદિરના ઇતિહાસથી અવગત થઇ શકતા હતા. જેના કારણે સવારથી સાંજ સુધી મંદિરે આવતા પર્યટકોને તેનો લ્હાવો મળતો ન હતો. જેને ઘ્યાને લઇ તથા વધુમાં વધુ પર્યટકો સોમનાથ મંદિરના ભવ્ય ઇતિહાસથી અવગત થઇ શકે તે હેતુસર દિવસ દરમ્યાન ત્રણ શો થકી ડોકયુમેન્ટ્રી ફિલ્મ દર્શાવવાનું ટ્રસ્ટી મંડળ દ્વારા નકકી કરાયું હતું. જેની આજથી શરૂઆત કરવામાં આવી છે. ડોકયુમેન્ટ્રી ફિલ્મમાં સોમનાથ મંદિરના વારંવાર થયેલ ધ્વંસ અને પુર્નઃનિર્માણની ગાથા, આઝાદીના સમયે મંદિરની સ્થિતિ અને સરદાર પટેલના પુર્નઃનિર્માણના સંકલ્પ ઉપરાંત સ્કંદ પુરાણમાં ઉલ્લેખ એવી ચંદ્રમાં અને નક્ષત્રોની કથા તથા શ્રી કૃષ્ણ ભગવાનના ગૌલકધામ પ્રસ્થાન અને શ્રી બલરામજીની શેષનાગરૂપ ધારણ કરી પાતાલ લોક પ્રસ્થાનની વાત અને સોમનાથની આસપાસના તીર્થ દર્શન અને નજીકના જાેવાલાયક સ્થળોની માહિતી પણ રજુ કરવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!