મિસિઝ બેક્ટર ફૂડ સ્પેશિયાલ્ટીઝનો આઇપીઓ ૧૯૮.૦૨ ગણો સબસ્ક્રાઇબ થયો

0

મિસિઝ બેક્ટર્સ ફૂડ સ્પેશિયાલ્ટીઝનો રૂા. ૫૪૦.૫૪ કરોડનો આઇપીઓ એના બંધ થવાના દિવસે ૧૯૮ ગણાથી વધુ સબસ્ક્રાઇબ થયો હતો. આઇપીઓ ૧૫ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ ખુલ્યો હતો અને ૧૭ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ બંધ થયો હતો. આઇપીઓને તમામ કેટેગરીઓના રોકાણકારોમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. સાંજે ૫.૦૦ વાગ્યા સુધી અંદાજીત માંગ ૧૯૮.૦૨ ગણી છે. રિટેલ પોર્શને ૨૯.૩૩ ગણું સબસ્ક્રિપ્શન, બિનસંસ્થાગત રોકાણકારોનાં પોર્શને ૭૨૦.૮૬ ગણું સબસ્ક્રિપ્શન, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ રોકાણકારોના પોર્શને ૧૭૬.૮૫ ગણું સબસ્ક્રિપ્શન મેળવ્યું હતું તથા કર્મચારીઓના ક્વોટાના પોર્શનને ૪૫.૪૬ ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. આઇપીઓ માટે પ્રાઇસ બેન્ડ શેરદીઠ રૂા. ૨૮૬થી રૂ. ૨૮૮ નક્કી થઈ છે તથા એમાં
રૂા. ૪૦.૫૪ કરોડના ફ્રેશ શેર અને હાલના શેરધારકોના રૂા. ૫૦૦ કરોડના વેચાણની ઓફર સામેલ છે.
મિસિઝ બેક્ટર ફૂડ બિસ્કિટ્‌સ, બ્રેડ્‌સ અને બન્સ વગેરેનું ઉત્પાદનો અને વેચાણ કરે છે. કંપની “મિસિઝ બેક્ટર્સ” ક્રીમિકા અને “ઇંગ્લિશ ઓવન” ફ્લેગશિપ બ્રાન્ડ અંતર્ગત અનુક્રમે બિસ્કિટ અને બ્રેડનું વેચાણ કરે છે. કંપનીના આઇપીઓનું વ્યવસ્થાપન એસબીઆઈ કેપિટલ માર્કેટ્‌સ, આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ અને આઇઆઇએફએલ સીક્યોરિટીઝ કરે છે. ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ ઉપર થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!