માછીમારીની બે સીઝન નિષ્ફોળ જવાના કારણે આર્થીક સંક્રમણથી ઝઝુમતા સાગરખેડૂઓનું અસ્તિત્વ બચાવવા માટે રાજયના માછીમાર આગેવાનોએ મુખ્યમંત્રી અને ફીશરીઝ મંત્રીને રૂબરૂ મળી યોજેલ બેઠકમાં વિસ્તૃત રજુઆત કરી હતી. પડી ભાંગવાના આરે પહોંચેલ મત્સ્યોઉદ્યોગની કેન્દ્ર સરકાર પાસેથી ૨૫૦ કરોડ અને રાજય સરકાર પાસેથી અંદાજીત ૮૦ કરોડ જેવી માતબર રકમ લેવી હોય જે વહેલીતકે છુટી કરી ઉદ્યોગને ઉગારી લેવાની આગેવાનોએ માંગણી કરી હતી. રાજયમાં સાગરખેડૂઓ પોતાનું અસ્તિત્વ બચાવવા ઝઝુમી રહયા છે. આવા સમયે જાે રાજય સરકાર મદદે નહીં આવે તો આગામી દિવસોમાં મત્સ્યોઉદ્યોગ પડી ભાંગશે અને લાખો લોકો બેરાજગાર બની જશે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. જેને લઇ અખીલ ભારતીય ફીશરમેન એસો.ના પ્રમુખ વેલજીભાઇ મસાણી, ગુજરાતના પ્રમુખ તુલસીભાઇ ગોહેલ, પોરબંદર ખારવા સમાજના પટેલ પ્રેમજીભાઇ ખુદાઇના નેજા હેઠળ રાજયના માછીમાર આગેવાનોના પ્રતિનિધી મંડળએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ફીશરીઝ મંત્રી જવાહરભાઇ ચાવડાને રૂબરૂ મુલાકાત લઇ માછીમારોના પ્રશ્ને બેઠક કરી હતી. આ બેઠકમાં થયેલ રજુઆતો અંગે આગેવાન તુલસીભાઇ ગોહેલે જણાવેલ કે, કોરોના અને સતત આવી રહેલ વાવાઝોડાના કારણે ગત અને ચાલું વર્ષની માછીમારી સીઝન નિષ્ફળ ગયેલ હોવાથી મત્સ્યોઉદ્યોગ પડી ભાંગવાના આરે પહોંચી ગયો છે. માછીમારો તીવ્ર આર્થીક સંકડામણનો સામનો કરી રહયા છે. આવા સમયે મત્સ્યોઉદ્યોગને બચાવવા માટે માછીમારોને અપાતા ડીઝલ ઉપર સરકાર વેટ અને એકસાઇઝની મસમોટી રકમ વસુલ કરી રહી છે. માછીમારોની ખરીદી પુરતી વસુલાત કરવાનું મુલત્વી રાખી ટેકસ વગરનું નેટ ભાવે ડીઝલ આપવું જાેઇએ. રાજય સરકાર પાસે અંદાજે ૮૦ કરોડ જેવી વેટ રીફંડની રકમ માછીમારોની લેવી નિકળતી હોય જે સત્વરે છુટી થવી જાેઇએ. આ ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી ફીશ એક્ષપોર્ટરોને મળતી ૫ ટકા એમઇઆઇએસ તથા ૨ ટકા એક્ષપોર્ટ ટ્રાન્સપોર્ટેશનની સહાયની રૂા.૨૫૦ કરોડ જેવી માતબર રકમ લેવી છે. જાે આ રકમ વહેલી છુટી થઇને એેક્ષપોર્ટરોને મળતી થશે તો તે રકમ એક્ષપોર્ટરો પાસેથી માછીમારોના ફીશના માલની લેવી નિકળતી રકમ તરીકે એક્ષપોર્ટરો ત્વરીત ચુકવી શકશે. ઉપરોકત ત્રણેય રજુઆતોનો ત્વરીત અમલ થશે તો મત્સ્યોઉદ્યોગ બચી જવાની સાથે ઉદ્યોગનું રોટેશન ફરી પાટા ઉપર આવી જશે. જેથી કેન્દ્ર સરકાર સત્વરે ફીશ એક્ષપોર્ટરોની રાહત રકમ છુટી કરે તે માટે રાજય સરકાર રજુઆત કરે તેવી માંગણી કરી હતી. વધુમાં નવાબંદર, સુત્રાપાડા, માઢવાડ, વેરાવળ બંદર ફેઝ-૨, પોરબંદર ફેઝ-૨ જેવા બંદરોના વિકાસના કામો ઝડપભેર થાય તે અંગે ચર્ચાઓ થઇ હતી. ઉપરાંત દરીયામાં થતી લાઇન ફીશીંગ, પર્સીયન નેઇટ ફીશીંગ અને એલ.ઇ.ડી. લાઇટ ફીશીંગ સંપૂર્ણ બંધ કરાવવા અંગે સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગણી કરી હતી. પાકિસ્તાનની જેલમાં ત્રણ વર્ષથી કેદ માછીમારોની વહેલી મુકતિ માટે કાર્યવાહી કરવામાં આવે, ભારતીય ફિશીંગ બોટોના આધુનિકરણના ડેટાઅપગ્રેડ કરવા ચર્ચાઓ થઇ હતી. આ બેઠકમાં ધારાસભ્ય બાબુભાઇ બોખરીયા, અગ્રસચિવ કૈલાસનાથન, નાણાં અગ્રસચિવ રૂપવંતસિંહ, ફીશરીઝ સચિવ નલીન ઉપાધ્યાય, કમીશ્નર ડી.પી.દેસાઇ, મેરીટાઇમ બોર્ડના અવંતિકાસીંગ તથા નવસારીના ટી.પી.ટંડેલ, ધર્મેશભાઇ ટંડેલ, વલસાડના નટુભાઇ ટંડેલ, અનીલભાઇ ટંડેલ, પોરબંદરના અશ્વીનભાઇ જુંગી, વિશાલભાઇ મઢવી, માંગરોળના જમનાદાસ વદુર સહીતના માછીમાર આગેવાનો હાજર રહયા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews