Thursday, January 21

સોશ્યલ મીડિયા થકી જૂનાગઢ પોલીસે મુળ માલિકને ખોવાયેલું પાકિટ પહોંચાડયું

હાલના સાંપ્રત સમયમાં વોટ્‌સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જેવા સોશ્યલ મીડિયાનો ગેર ઉપયોગ કરી, ગુન્હાઓ પણ આચરવામાં આવે છે ત્યારે સોશ્યલ મીડિયાના સદુપયોગનો એક કિસ્સો જૂનાગઢ ખાતે બહાર આવ્યો છે.
જૂનાગઢ ન્યૂઝ નામના વોટ્‌સએપ ગ્રુપમાં રિક્ષાની આર.સી.બુકના ફોટા સાથે એક પાકીટ મળ્યાની વિગત પોસ્ટ કરવામાં આવી હતી. જે પાકિટના માલિક મળી આવે તો, જાણ કરવા નોંધ મુકવામાં આવી હતી.
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોકમાનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ અને પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમાલદારોને સુચનાઓ કરવામાં આવેલ છે.
ઉપરોક્ત વોટ્‌સએપ મેસેજ મળતા, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, રીડર પીએસઆઇ આર.કે.સાનિયા, હે.કો. માયુરભાઈ, કમાન્ડો વરજાંગભાઈ, સહિતના સ્ટાફ દ્વારા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી ત્રિપાલસિંહ રાયજાદા કે જેઓ સોંદરડા ગામના વતની હોઈ, તેઓ મારફતે સાગર મહીડા, રહે. સોંદરડા તા. કેશોદ નો (મો. ૯૯૨૪૯ ૩૫૯૭૦) સંપર્ક કરતા અને મળી આવેલ ડોક્યુમેન્ટનો ફોટો મોકલતા, પોતાની છકડો રીક્ષાની આરસી બુક હોઈ, પોતે છકડો રીક્ષા જૂનાગઢ ખાતે વહેંચેલ તેનો કરાર મોકલતા, આ કરારમાં છકડો રિક્ષા જૂનાગઢ, જાેશીપરા, શાંતેશ્વર ખાતે રહેતા રાજુભાઇ રામભાઈ મોકરિયા કોળી (મો. ૭૦૧૬૬ ૨૮૩૩૧) ને વહેંચેલ હોઈ, રાજુભાઇ મોકરિયાનો સંપર્ક કરતા, પોતાનું પાકીટ આજે સવારે ગાંધી ચોક, જૂનાગઢ શહેરમાં પડી ગયેલાનું જણાવતા, અસ્પાકભાઈ કાદરીને બોલાવી, રાજુભાઇ મોકરિયાનો પાકીટ તથા કિંમતી ડોક્યુમેન્ટ તેમજ રોકડ રૂપિયા સાથેનું પાકીટ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, રીડર પીએસઆઇ આર.કે.સાનિયા, માયુરભાઈ, કમાન્ડો વરજાંગભાઈ, સહિતના સ્ટાફની રૂબરૂમાં સુપ્રત કરવામાં આવતા, રાજુભાઇ મોકરિયા દ્વારા અસ્પાકભાઈ કાદરી તથા સમગ્ર બાબતમાં બને વ્યક્તિને સંકલન કરીને શોધી, ભેગા કરનાર જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. અસ્પાકભાઈ કાદરી એક સામાન્ય રીક્ષા ચાલક છે અને સાંજે પોતાના વતન વંથલી ખાતે પાનની કેબીન ચલાવી, પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ, કોઈની વસ્તુ પોતે રાખીને શુ કરે..? તેવું જણાવી આ મેસેજ દ્વારા જેનું પાકીટ ગુમ થયું એને જાણ કરવા સકારાત્મક કાર્યવાહી કરી, જુનાગઢ પોલીસની મદદથી પાકીટ મૂળ માલિક સુધી પહોંચાડવામાં આવ્યું હતું. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાને પાકીટ મળ્યા બાદ ખરાઈ કરી વસ્તુ પોતાને રાખવાનો કોઈ અધિકાર નથી તેવું સમજી વોટ્‌સએપમાં મેસેજ કરી માહિતી આપનાર વંથલીના સામાન્ય રીક્ષા ચાલક અને સાંજે પાનની દુકાન ચલાવતા અસ્પાકભાઈ કાદરીની પણ સરાહના કરી હતી અને તેઓની પ્રમાણિકતાને બિરદાવી હતી. આધુનિક યુગમાં સોશ્યલ મીડિયા દ્વારા ગેર ફાયદા લેતા લોકો માટે સોશ્યલ મીડિયાનો સારી બાબતમાં ફાયદો લેવા બાબતનો આ કિસ્સો સોશ્યલ મીડિયાના ગેરફાયદો લેતા લોકો માટે તમાચા સમાન સાબિત થયો છે. જ્યારે જૂનાગઢ પોલીસ દ્વારા વોટ્‌સએપ ગ્રુપના મેસેજ આધારે તાત્કાલિક સંકલન કરી, પાકીટ મૂળ માલિક સુધી પહોંચાડી, પ્રામાણિકતા દાખવનાર સામાન્ય રીક્ષા ચાલકની સરાહના કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!