ગુજરાતમાં કોરોનાના કહેરનું પ્રમાણ ઘટી રહયું છે. તો આ સાથે જ શિયાળાની કાતિલ ઠંડી હાડ ધ્રુજાવી રહી છે. ડિસેમ્બરની શરૂઆતની સાથે જ ઠંડીનો ચમકારો શરૂ થયો હતો. થરથર ધ્રુજાવતી ઠંડીનો દોર હજુ પણ યથાવત છે. અને આગામી રવિવારથી કાતિલ ઠંડી પડવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે. આ સાથે જ જૂનાગઢ અને સોરઠ પંથકમાં પણ ઠંડીને કારણે જનજીવન પ્રભાવીત બન્યું છે. જૂનાગઢ શહેરનું તાપમાન જાેઈએ તો મહત્તમ ૧૪.૦ ડીગ્રી અને લઘુત્તમ ૧૦.૩, ભેજ ૬૯ ટકા અને પવનની ગતિ પ.૦ છે. ખાસ કરીને રાત્રીના વખતે પવનનું જાેર વધે છે અને બેઠા ઠાર જેવી સ્થિતિ પણ સર્જાય છે. જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં ગિરનાર પર્વત ઉપર ૯ થી ૧૦ ડિગ્રી તાપમાન સરેરાશ રહે છે. જાે કે આજે ગિરનાર પર્વત ઉપર પાંચ ડીગ્રી તાપમાન રહયું હોવાનું કૃષિ હવામાન વિભાગનાં નિષ્ણાંત ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું. રાજ્યમાં શિયાળો બરોબર જામી રહ્યો છે ઈશાન ભારતમાંથી આવતા ઠંડા પવનોને કારણે ગુજરાતમાં કોલ્ડવેવનો અનુભવ થઈ રહ્યો છે. ગુરૂવારે ૮.પ લઘુતમ તાપમાન સાથે નલિયાવાસીઓએ જાેરદાર ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. જ્યારે ગુજરાત રાજ્યના મોટાભાગના સ્થળોએ લઘુતમ તાપમાનના જાેરદાર ઘટાડા સાથે લોકોએ સખત ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. ઠંડા પવનો ફૂંકાતા દિવસ દરમ્યાન પણ ઠંડીનો અનુભવ થયો હતો. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ર૦ ડિસેમ્બરથી ૧૦ જાન્યુઆરી દરમ્યાન રાજ્યભરમાં કડકડતી ઠંડી પડશે. છેલ્લા ચાર દિવસથી રાજ્યભરમાં ફૂંકાઈ રહેલા ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોની અસરથી રાજ્યના મોટાભાગના શહેરોના લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે. ત્યારે ર૦ર૧ના નવા વર્ષને આવકારવા શિયાળો જાેરદાર તૈયારીઓ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. નલિયામાં છેલ્લા ચાર દિવસથી લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી ઓછું જાેવા મળી રહ્યું છે. જેને પગલે નલિયાવાસીઓ તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. જ્યારે ગુજરાત રાજ્યના મોટાભાગના સ્થળોએ પણ લઘુતમ તાપમાન ઘટતાં ઠંડીનો ચમકારો જાેવા મળી રહ્યો છે. વાત કરીએ લઘુતમ તાપમાનની તો નલિયામાં પારો ૮.પ ડિગ્રી જ્યારે ડીસા અને ભૂજમાં ૧૧.ર, રાજકોટમાં ૧૧.૪, ગાંધીનગરમાં ૧૧.પ, કંડલા એરપોર્ટમાં ૧ર.૦, કેશોદમાં ૧ર.ર, અમરેલીમાં ૧ર.૮, સુરેન્દ્રનગર અને વલસાડમાં ૧૩.૦, કંડલા પોર્ટમાં ૧૪.૦ જ્યારે અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૪.૧ ડિગ્રી નોંધાયું હતું. ગુજરાત રાજ્યમાં ઠંડીમાં થઈ રહેલા વધારાને જાેતાં વિશેષ તકેદારી રાખવાનું તબીબો અને જાણકારો જણાવી રહ્યા છે. ઠંડીમાં વધારો થતાં ફૂટપાથ ઉપર રહેતા અને ઘરવિહોણા લોકોની સ્થિતિ ખૂબ જ દયનીય બની છે. લઘુતમ તાપમાન ઘટતાં ઠંડી જાણે કે સમગ્ર પ્રકૃતિને બાનમાં લેવા જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ઠંડીનું પ્રમાણ વધતાં વહેલી સવારે અને મોડી સાંજે રોડરસ્તા ઉપર લોકોની ઓછી ચહલ-પહલ જાેવા મળે છે. લોકો કામ વગર બહાર જવાનું ટાળી રહ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં કાતિલ ઠંડીની આગાહીને જાેતાં વિશેષ સાવચેતી અને તકેદારી રાખવી જરૂરી બનશે, તેવો જાણકારોનો અભિપ્રાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews