જૂનાગઢ : પંચહાટડી, હવેલી ગલી, માગનાથ રોડ ઉપર મહિલાઓ માટે શૌચાલય, યુરિનલ બનાવવા લોકમાંગણી

0

જૂનાગઢ શહેરના માંગનાથ રોડ, હવેલી ગલી, પંચહાટડી સહિતના વિસ્તારમાં મહિલાઓ ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં આવતી હોય છે. આ વિસ્તારમાં યુરિનલ, શૌચાલયની સુવિધા ઉપલબ્ધ ન હોય જૂનાગઢ મહાનગરપાલિકા અથવા દાતાઓના સહયોગથી મહિલાઓને પડતી હાલાકી નિવારવા માંગણી ઉઠવા પામી છે. જૂનાગઢ શહેરના હાર્દસમા પંચહાટડી, માંગનાગ રોડ, હવેલી ગલીમાં મોટી સંખ્યામાં જૂનાગઢ શહેર તેમજ બહારગામથી પણ મહિલાઓ ખરીદી કરવા આવતી હોય છે. આ વિસ્તારમાં મહિલાઓ સમાટે એક પણ યુનિલ કે શૌચાલય નથી ત્યારે ખરીદી કરવા આવેલી મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે રહયો છે અને મહિલાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાતી હોય છે ત્યારે આ વિસ્તારમાં યુરિનલ, શૌચાલયની જરૂરીયાત હોય સેવાભાવી સંસ્થાઓ, દાતાઓ, મહાનગરપાલિકા તંત્રએ મહિલાઓનું માન, સન્માન જળવાઈ રહે તે માટે અગ્રતાના ધોરણે યુરિનલ, શૌચાલય બનાવવાની કામગીરી હાથ ધરવા માંગણી ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!