વિશ્વના લોકોને વર્ષ ર૦ર૦ અનેક પ્રકારે યાદ રહેશે જેમાં તા. ર૧-૧ર-ર૦ર૦ના રોજ બે ખગોળીય ઘટના બનવાની છે તેમાં લોકો લાંબામાં લાંબી રાત્રીનો અનુભવ કરશે. આ જ દિવસે આકાશમાં ગુરૂ-શનિ યુતિનો અદ્ભુત અવકાશી નજારો બનવાનો છે. બંને ગ્રહો વચ્ચે માત્ર ૦.૧ ડિગ્રીના અંતરે અતિ નજીક પશ્ચિમ ક્ષિતિજે ગુજરાત રાજયના નાગરિકો રાત્રીના સાડા આઠ કલાક સુધીમાં નજારો જાેઈ શકશે. અવકાશી ઘટના નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. જાથાના ચેરમેન, એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું છે કે, તા. ર૧મી ડિસેમ્બર, ર૦ર૦ના રોજ આકાશમાં ગુરૂ-શનિ યુતિનો અદભુત નજારો જાેવા મળશે. હવે પછી વર્ષ ર૦૪૦ અને વર્ષ ર૦૬૦ અને ગ્રેટ કંજકશન વર્ષ ર૦૮૦માં જાેવા મળશે. સોમવારે પશ્ચિમ દિશામાં રાત્રીના નરી આંખે તેમજ દૂરબીન, ટેલિસ્કોપ, વૈજ્ઞાનિક ઉપકરણથી અહલાદક નજારો નિહાળી શકાશે. ગુરૂ-શનિ નજીક આશરે ર૦ વર્ષે ખગોળીય ઘટના બને છે અને હવે પછી આવી યુતિ વર્ષ ર૦૮૦માં સૌથી નજીક જાેવા મળશે. ગુરૂને સૂર્ય ફરતે ૧૧.૮૬ વર્ષ લાગે છે. સૂર્યમાળાના ગ્રહો પૈકી સૌથી વિરાટ ગુરૂને ૩૯ ઉપગ્રહોના કુટુંબ કબીલા સહિત ઓળખવામાં આવે છે. ગુરૂ વાયુનો ગોળો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews