વેરાવળ : વેવાઇને હાથ ઉછીના આપેલ રૂા. ૯૨ લાખ પરત માંગતા ફડાકા ઝીંકયા !

0

વેરાવળ તાલુકાના સુપાસી ગામે રહેતા ખેડુતએ રૂા.૯ર લાખની રકમ તેમના તાલાળા તાબાના પીપળવા ગામે રહેતા વેવાઇને હાથ ઉછીના આપેલ હતા. જે રકમ પરત માંગણી કરેલ જેનું મનદુઃખ રાખી વેવાઇએ ફડાકાવાળી કરી ફરીથી પૈસા માંગ્યા છે તો વ્યાજ વટાવના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જેથી ટેન્શનમાં આવી ગયેલા સુપાસીના ખેડુતએ ઝેરી દવા પી લેતા પરીવારજનોએ સારવાર અર્થે ખસેડેલ હતા. જયાંથી તેમણે તલાળાના પીપળવા ખાતે રહેતા તેમના વેવાઇ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની પ્રભાસપાટણ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુપાસી ગામે રહેતા ગોવિંદભાઇ પુંજાભાઇ સોલંકી (ઉ.વ.પ૦)ની દીકરીની સગાઇ તાલાળા તાબાના પીપળવા ગામે રહેતા અશ્વીન રામસીભાઇ ચાંડેરા સાથે થયેલ છે. સગાઇથી અત્યાર સુધીમાં ગોંવિદભાઇ સોલંકીએ તેના વેવાઇ રામસીભાઇ ચાંડેરાના હાથ ઉછીના રૂા. ૯૨ લાખ જેવી રકમ આપી હતી. થોડા દિવસ પૂર્વે તે રકમ ગોંવિદભાઇ સોલંકીએ પરત માંગી હતી. જેથી દસેક દિવસ પહેલા ગોવિંદભાઇ સોલંકી મોટર સાયકલ ઉપર ઉમરેઠી ગામેથી સુપાસી આવી રહેલ તે સમયે રસ્તામાં દેદા ગામ પાસે રસ્તા ઉપર તેમના વેવાઇ રામસીભાઇ ચાંડેરાએ રોકાવી કહેલ કે, હવે પૈસાની ઉઘરાણી કરીશ તો વ્યાજ વટાવના ખોટા કેસમાં ફીટ કરી દઇશ તેમ કહી બે-ત્રણ ઝાપટ મારી દઇ બીભત્સ શબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી સામે પક્ષે વેવાઇ હોય અને દિકરીની સગાઇ તેમના પુત્ર સાથે થયેલ છે. ત્યારે તેઓએ રૂા.૯૨ લાખની રકમ પરત આપવાની ના પાડી દીધી હોવાથી ગોંવિદભાઇ સોલંકી ટેન્શનમાં આવી ગયા હોવાથી ઘરે પડેલ ઝેરી દવાના ડબલામાંથી થોડીક પી જતા બેભાન થઇ ગયેલ હતા. જેથી તેમના પરીવારજનોએ તાત્કાલીક તેમને વેરાવળની ખાનગી હોસ્પીટલમાં સારવારમાં અર્થે ખસેડતા બચી જવા પામ્યા છે. હોસ્પીેટલના બિછાનેથી ગોંવિદભાઇ સોલંકીએ ઉપરોકત વિગત સાથે તેમના વેવાઇ રામસીભાઇ ચાંડેરા સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હે.કો. વિશાલ ગળચરે હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!