વેરાવળથી વીરપુર સુધીની પદયાત્રાનું આયોજન

0

દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરાવળથી વિરપુર સુધીની પદયાત્રાનું આયોજન આગામી તા.૨૫, ૨૬, ૨૭ ડીસેમ્બરના રોજ કરવામાં આવેલ છે. જયારે આ વખતે કોરોના મહામારી હોવાથી સરકારની ગાઇડ લાઇન મુજબ દરેક પદયાત્રીકોએ નિયમોનું પાલન કરવા અનુરોધ કરેલ છે. વેરાવળના બસ સ્ટેશન સામે આવેલ રૂપારેલ નોવેલટી ખાતેથી તા.રપ ડીસેમ્બરના શુક્રવારે વહેલી સવારે સાડા ચાર કલાકે આ પદયાત્રા શરૂ થનાર છે. આ પદયાત્રામાં
જે જલારામ ભકતો જાેડાવા ઇચ્છતા હોય તેઓએ વહેલી તકે
(૧) દતાણી ફરસાણ (૨) શ્રીજી સ્ટેશનરી મો.૯૯૦૯૪ ૬૩૬૪૯ (૩) વ્યંકટેશ બુક સ્ટોર મો.૯૯૨૫૮ ૯૪૮૭૬નો સંપર્ક કરી નામ લખાવવા અનુરોધ કરેલ છે. ખાસ આ વખતે ટ્રેન બંધ હોવાથી વિરપુર પદયાત્રા પૂર્ણ કરી પરત આવવા માટેની વ્યવસ્થા કરવાની હોય તેથી વહેલી તકે નામ નોંધાવવા અને પદયાત્રામાં જાેડાનાર દરેક ભાવિક ભાઇ-બહેનોએ વર્તમાન કોરોના મહામારીના હીસાબે સરકારની ગાઇડ લાઇન મુજબ ફરજીયાત માસ્ક પહેરવું તેમજ સેનિટાઇઝર સાથે રાખી સોશ્યલ ડીસ્ટન્સની તકેદારી રાખવા જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!