હાલમાં જ જૂનાગઢ એસ.ડી.એમ. અને મામલતદારના સંયુક્ત ઓપરેશનમાં જૂનાગઢ શહેરની મધ્યમાં ગાંધીગ્રામના પોશ વિસ્તારમાં આવેલ રજવાડી બંગલાને તોડી પાડવામાં આવ્યો હતો. આ બંગલો જૂનાગઢ વિસ્તારના સંજય ડોસાનો હોય, ત્યારે અધિકારીઓની આ સમગ્ર કડક કામગીરીની પ્રજામાંથી પ્રશંસા થઈ રહી છે. ત્યારે બીજી તરફ પાદરડી તાલુકા પંચાયત સીટ ઉપરથી ભારે બહુમતીથી ચૂંટાઈ તાલુકા પંચાયતના સભ્ય બનેલા, ભાજપના સક્રિય સભ્ય એવા લાખાભાઈ ગળચરે તાલુકા પંચાયત અને ભાજપમાંથી રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા. આ બાબતે રાજીનામું આપનાર લાખાભાઈએ ટેલીફોનિક વાત કરતા જણાવ્યું કે સંજય ડોસાના બંગલાને તોડી પાડવાની ઘટનાના વિરોધમાં આ રાજીનામું આપ્યું છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ટર્મ પૂર્ણ થવાને હવે ફક્ત ચાર કે પાંચ દિવસની વાર છે. ત્યારે રાજીનામું આપી પોતાના સમાજના લોકોને સમર્થન જાહેર કરવું કે સરકારને દબાવવું કેટલા અંશે વ્યાજબી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews