જૂનાગઢ જિલ્લામાં અનેક જગ્યાએ ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર કબ્જાે કરાયો હોય ભૂમાફિયા સામે નવા કાયદાની અમલવારી કરાવી પગલાં લેવા ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા જૂનાગઢ જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે. આ અંગે ખેડૂત હિત રક્ષક સમિતિના સંયોજક અતુલ શેખડાએ જિલ્લા કલેકટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે, ખેડૂતો, ગ્રામિણ નાગરિકો અને કાયદેસર જમીન માલિકોના હિતના રક્ષણ માટે ધી ગુજરાત લેન્ડ પ્રોહીબીશન એકટ ર૦ર૦ની ગુજરાત સરકારે અમલવારી શરૂ કરાવી છે. જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિને ડામી દેવા કડક પ્રતિબંધ મુકતો કાયદો અમલમાં આવેલ છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ અનેક જગ્યાએ સરકારની ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર કબ્જાે કરી લેનારા ભૂમાફિયાઓ સામે નવા કાયદાનો અમલ કરી જરૂર જણાયે ફરિયાદી બની ગૌચરની જમીન ખુલ્લી કરાવવા માંગણી કરી છે. ભૂમાફિયાઓના ડરને કારણે નાગરિકો તો ફરિયાદ નહીં કરે પરંતુ જિલ્લા કમિટીના અધ્યક્ષ તરીકે જરૂરી કાર્યવાહી હાથ ધરી, એફઆઈઆર કરી અને ૩૦ દિવસમાં ખાસ અદાલતમાં તહોમતનામું રજુ કરી ભૂમાફિયાઓને સજા કરાવવા માંગણી કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews