માંગરોળમાં બસ સ્ટોપને તોડવાને બદલે તેની મરામત કરવા માંગ

0

માંગરોળ નગરપાલિકા હદ વિસ્તારમાં સેક્રેટરીએટ બિલ્ડીંગ સામે આવેલ બસ સ્ટોપનું ડીમોલેશન કરવા તાલુકા પંચાયત માંગરોળએ કરેલ ઠરાવની અમલવારી થતી અટકાવી બસ સ્ટોપની જરૂરી મરામત કરાવવા માંગરોળ સુધરાઈને આદેશ કરવા સુધરાઈ સદસ્ય સુલેમાનભાઈ પટેલે જીલ્લા કલેકટર જૂનાગઢને પત્ર પાઠવી માંગ કરી છે. માંગરોળ સેક્રેટરી એટ બિલ્ડીંગ સામે ૧૯૯૩માં જીલ્લા આયોજન શાખાએ માંગરોળની પ્રજાની સુવિધા અર્થે મ્યુનિ. હદમાં તાલુકા વિકાસ અધિકારી માંગરોળને અમલીકરણ અધિકારી તરીકે નીમી બનાવેલ બસ સ્ટોપ બિલ્ડીંગ જેના રખ-રખાવની જવાબદારી માંગરોળ નગરપાલિકાની બનતી હોવા છતાં તાલુકા પંચાયત માંગરોળ દ્વારા તા.રર-૯-ર૦ર૦નાં રોજ મળેલ તાલુકા પંચાયતની કારોબારી સમિતીની બેઠકમાં મુદા નં.૧રથી અધ્યક્ષસ્થાનેથી રજૂ થાય તે અંગેનાં મુદામાં ઠરાવ નં.૧૩થી સેક્રેટરી બિલ્ડીંગ સામે આવેલ બસ સ્ટેન્ડનું ડીમોલેશન કરવા બાબતનો ઠરાવ કરી માંગરોળ તાલુકા પંચાયતનાં કાર્યક્ષેત્રમાં આવતું ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ઠરાવ પસાર કરી તેનું ડીમોલેશન કરવા નિયમ વિરૂધ્ધ હાથ ધરેલ કાર્યવાહી કરતા અટકાવવા અને તેને આવી નિયમ વિરૂધ્ધની કાર્યવાહી કરી જન સુવિધા માટે સરકારી નાણાં વાપરી બનાવવામાં આવેલ આ બસ સ્ટોપની જરૂરી મરામત કરવાને બદલે ડીમોલેશન કરી પ્રજાની સુવિધા છીનવવા ડીમોલેશન કરવા કામગીરી હાથ ધરેલ હોય આ ઠરાવ નિયમ વિરૂધ્ધનો હોય છતાં તાલુકા વિકાસ અધિકારીએ સભ્ય સચિવ તરીકે નિયમ વિરૂધ્ધ કરાયેલ ઠરાવ રદ કરવા પોતાના સ્પષ્ટ અભિપ્રાય સાથે જીલ્લા વિકાસ અધિકારીને મોકલવાની કાર્યવાહી પણ કરેલ નથી. ત્યારે માંગરોળની પ્રજાની જન સુવિધા અર્થે બનાવાયેલ આ બસ સ્ટોપનું ડીમોલેશન કરવાની કામગીરી કરતા તાલુકા પંચાયત માંગરોળને અટકાવી આ બસ સ્ટોપની રખ-રખાવની જવાબદારી સંભાળતી માંગરોળ નગરપાલિકાને તેની જરૂરી મરામત કરાવવા જરૂરી સુચના આદેશ કરવા જીલ્લા કલેકટર સહિતનાઓને પત્ર પાઠવી માંગ કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews