કોયલી ગામેથી હદપારી ભંગનાં ગુનામાં એક શખ્સ ઝડપાયો

વંથલીનાં કોયલી ગામેથી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચની ટીમે દિલીપ વીરાભાઈ પરમારને હદપારી ભંગના ગુનામાં ઝડપી લીધો હતો. આ શખ્સને સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ વંથલીના હુકમથી જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, પોરબંદર અને રાજકોટ જીલ્લાની હદ વિસ્તારમાંથી એક વર્ષ માટે હદપાર કર્યો હતો. તેમ છતાં જૂનાગઢ જીલ્લાની હદમાં પ્રવેશ કરી ગુનો આચર્યો હતો. પોલીસે આ શખ્સનાં મકાનમાંથી દેશી દેશી દારૂ પણ ઝડપી પાડયો હતો અને તે અંગેનો પણ વધુ એક ગુનો નોંધ્યો હતો.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!