માંગરોળમાં રોમીયોગીરીનાં મામલે હિન્દુ સંગઠનોએ તંત્રને આવેદન આપ્યું

માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સાથે ૨૫ જેટલા હિન્દુ સંગઠનોએ માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. માંગરોળમાં વધતી જતી રોમીયોગીરી  તેમજ ધુમ બાઈક ચલાવી બહેન દિકરીઓની છેડતીની ઘટનાઓને ગંભીરતાથી ધ્યાને લઈ માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ માંગરોળના તમામ સામાજિક સેવાભાવી પચીસ જેટલા હિન્દુ સંગઠનો દ્વારા માંગરોળ મામલતદાર, ડીવાયએસપી તેમજ પીએસઆઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવા બનાવોને રોકવા માટે માંગરોળમાં વહેલી તકે એન્ટી રોમીયો સ્કોડની ટીમ દ્વારા માંગરોળના દરેક વિસ્તારોમાં સીવીલ ડ્રેસમાં વોચ રાખી આવા આવારા તત્વોને પકડી કડક કાર્યવાહી કરે અને પોલીસ પેટ્રોલીંગ વધારે અને માંગરોળના મેઈન પોઇન્ટ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવે જેથી આગામી દિવસોમાં આવા બનાવો બનતા અટકાવી શકાય એવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!