સુત્રાપાડાના શૈક્ષણીક સંકુલમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

સુત્રાપાડાના ડો. ભરત બારડ શૈક્ષણીક સંકુલમાં શિક્ષણ વિભાગના અગ્રસચિવ રાવની પ્રેરણાથી ગીર સોમનાથ જીલ્લા શિક્ષણ વિભાગના સંયુકત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. પૂર્વ રાજ્યમંત્રી જશાભાઈ બારડે શિક્ષણાધીકારી રાજેશભાઈ ડોડીયા, પ્રાથમિક શિક્ષણાધિકારી અપારનાથીની હાજરીમાં દીપ પ્રગટાવી કેમ્પનો પ્રારંભ કરાવેલ હતો. આ કેમ્પમાં સુત્રાપાડા તાલુકાની તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો ઉપસ્થિત રહેલ હતાં અને મોટી સંખ્યામાં શિક્ષકોએ રકતદાન કરતા ૧૨૦ બોટલ બ્લડ એકત્ર થયેલ હતું. આ બ્લડ કોરોના કાળમાં જરૂરીયાતમંદ લોકોને આપવામાં આવશે. કેમ્પને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય એમ.એન. જાેષી સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!