દ્વારકામાં ઠાકોરજીને ચાંદીની સગડીમાં તાપણું, મોસમને અનુરૂપ ભોગ અર્પણ

દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવાર દ્વારા જણાવ્યા મુજબ શિયાળાના સમયમાં ભગવાનને અભિષેક થયા બાદ ભગવાનની સેજામાં સૌભાગ્ય સૂંઠ જેમાં ઘી, ગોળ, તજ, કેસર, કાળી મૂસળી, ધોડી મૂસળી, બદામ, પિસ્તા, કાજુ ઠાકોરજીને ધરાવવામાં આવે છે. ચાંદીના વાસણમાં કેસરયુક્ત દૂધ અર્પણ કરી ઠંડી ઓછી પડે તેવો ભાવ વ્યક્ત કરવામાં આવે છે. ઉપરાંત ચાંદીની સગડીમાં ઠાકોરજીને તાપણું કરી સવાર-સાંજ બંને સમય ઠંડી ન પડે તે હેતુથી કરવામાં આવે છે. શિયાળાના સમયમાં ભગવાન શ્રી દ્વારકાધીશ સોનાના દાગીના પરિધાન કરાવવામાં આવે છે. ભગવાનને ધરાવતા રોગમાં રાજભોગ સમયે અડદિયાનો ભોગ તેમજ રીંગણાનો ઓળો વગેરે ભોગ ધરાવવામાં આવે છે. ઉપરાંત શ્રી દ્વારકાધીશને ગરમ વસ્ત્રો જેવા કે બંડી, સાલ તેમજ ગરમ જાકીટ, કોટ એમ અલગ અલગ વસ્ત્રો પરિધાન કરવામાં આવે છે. ઉપરાંત ભગવાનને કેસરયુક્ત ગરમ દૂધ પણ અર્પણ કરવામાં આવે છે. રાત્રિના સમયે પણ શ્રૃંગાર બડા કરી ગરમ કોટ, વુલન કપડાના અને કાશ્મીરી શાલ, સિલ્કની રજાઈ અર્પણ કરવામાં આવે છે. આ પ્રકારનો ઊત્સવ દર્શન ક્રમ ઠંડીના સમયમાં યોજવામાં આવે છે.
પસમિનાની ગરમ કાશ્મીરી શાલ સહિત ઠાકોરજીને ગરમ વસ્ત્રો પરિધાન
હાલમાં સમગ્ર દેશમાં શીત લહેર હોય તેમજ ધનારક સમય કે જેમાં શુભ કાર્યો થતા નથી અને ધાર્મિક કાર્યો, ભગવત સપ્તાહ વગેરે કાર્યો કરવામાં આવે છે. ત્યારે ભગવાન શ્રી દ્વારકાધીશજીને પણ પૂજારી પરિવાર દ્વારા મોસમને અનુરૂપ શ્રૃંગાર, ભોગ, વસ્ત્રો પરિધાન આદિ અર્પણ કરવામાં આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!