મુંબઈના મુલુંડના રઘુવંશી આગેવાન ભુપેદ્રભાઈ ઠકકરએ કોરોના વેકસીન લેવામાં મોટી ઉંમરના લોકોના ગભરાટને પારખી આહવાન કર્યું છે કે, કોરોના વેકસીનના પરિક્ષણથી ગભરાવ નહી મેં છાસઠ વર્ષની વયે પરિક્ષણ કર્યું છે. આ મામલે ભુપેદ્રભાઈએ એક ખાસ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું છે કે, મને કહેતા ખુશી થાય કે સમસ્ત ભાજપ-મુંબઈ, સમસ્ત લોહાણા જ્ઞાતિ-મુંબઈ અને સમસ્ત ગુજરાતી સમાજ-મુલુંડમાંથી પ્રથમ ૧૬/૧૨/૨૦૨૦ના સાયન હોસ્પીટલમાં મારા ઉપર “ભારત બાયોટેક” ત્રીજા તબક્કાની કોરોના વેકસીનનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. ૨૮ દિવસ પછી બીજી વાર વેકસીન આપશે. સામાન્ય ઇંજેક્શન આપે ત્યારે જેટલી તકલીફ થાય એવો જ અનુભવ રહ્યો હતો, જેને કોરોના ના થયેલ હોય તેને આ વેકસીન આપે છે. છેલ્લા ૧૦ મહિનાથી લાખો ડોકટર્સ, પેરામેડીકલ સ્ટાફ, પોલિસ અને લાખો લોકોનો બીજાે સ્ટાફ આપણી જીંદગી બચાવવા અને આપણી રોજીંદી જીંદગીમાં કોઈ અડચણ ના આવે તે માટે દેશના હિતમાં જીંદગી જાેખમમાં મૂકી કોરોના સામે લડી રહ્યા છે, તો એક નાગરિક તરીકે આપણે આ અભૂતપૂર્વ સંકટમાં શું ચુપ બેસી રહેશું ? તેવુ અંતમાં ભુપેદ્રભાઈએ કહ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews