કેશોદનાં માર્કેટિંગ યાર્ડમાં ભાજપનું જૂનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ જીલ્લાનું કિસાન સંમેલન યોજાયું હતું. જેમાં પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, સાંસદ રમેશભાઈ ધડુક, રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, બાબુભાઈ બોખીરીયા અને પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખો અને હોદેદારોની ઉપસ્થિતિમાં યોજાયેલ કિસાન સંમેલન દિપ પ્રાગટ્યથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. મંચસ્થ મહાનુભાવોનું સ્થાનીક સંગઠન દ્વારા પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. કિસાન સંમેલનમાં મંચસ્થ મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના આગેવાનો અને વિરોધ પક્ષના નેતાઓ ખેડૂતોને ભ્રમિત કરી ખોટાં ગેરમાર્ગે દોરી રહ્યા છે. ત્યારે ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી. કૃષિ સુધારા બીલ ૨૦૨૦થી ખેડૂતોની આવક બમણી થશે એવું જણાવ્યું હતું. ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની કટકી કમીશનની આવક બંધ થતાં તેલ રેડાયું છે અને ખેડૂતોમાં ગેરસમજણો ફેલાવી ગેરમાર્ગે દોરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કૃષિ સુધાર બિલનો થઈ રહેલાં વિરોધનો સામનો આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કરવો ન પડે એ માટે ભાજપા દ્વારા કિસાન સંમેલન યોજીને કાર્યકરો આગેવાનોને સરકારની ખેડૂતો માટે કરેલાં ભૂતકાળના ર્નિણયો યાદ કરી વાગોળીને ભાજપા ખેડૂતો વિરોધી ન હોવાનું ગાણું ગાયું હતું. ભારત બંધના એલાનમાં કેશોદ વિસ્તારમાં સ્વયંભુ બંધ રહેતાં ખેડૂતો, વેપારીઓ નારાજગી દેખાઈ આવી હતી. ત્યારે ત્રણ જીલ્લાનું કિસાન સંમેલન કેશોદ શહેરમાં યોજીને નારાજગી દુર કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કિસાન સંમેલનની આભારવિધિ દિનેશભાઈ ખટારીયાએ કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews