જૂનાગઢ સિવિલ એન્જિનિયર એસોસીએશને કલેકટરને આવેદનપત્ર આપ્યું

0

જૂનાગઢ મહાનગરના સિવિલ એન્જિનિયર એસોસિએશન દ્વારા ગઈકાલે તા.૧૮-૧૨-૨૦૨૦ને શુક્રવારના રોજ સાંજે ૫ વાગ્યે એસોસિએશનના પ્રમુખ વિનુભાઈ અમીપરાની આગેવાની હેઠળ કલેકટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તાજેતરમાં ગુજરાતના શહેરી વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા ર્ંડ્ઢઁજી-૨નો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં નકશા બનાવનાર એન્જિનિયર (ર્ઁંઇ) પાસેથી બાંહેધરીપત્ર છહહીટંેિી-ડ્ઢ ફોર્મ રજૂ કરવાની જાેગવાઈ કરવામાં આવી છે. જેમાં મકાન માલિક દ્વારા રજૂ કરવામાં આવતા રેવન્યું રેકોર્ડના અંગેના ડોક્યુમેન્ટની ખરાઈ કરવાની જવાબદારી નકશા બનાવનાર એન્જિનિયર (ર્ઁંઇ)ની રહેશે એવી જાેગવાઈ કરવામાં આવી છે. આ બાબતનો ગુજરાતના બધા જ શહેરોમાં વિરોધ કરવામાં આવેલ છે. ઉપરોક્ત બાબતે જૂનાગઢ સિવિલ એન્જિનિયર એસોસિએશનના પ્રમુખ વિનુભાઈ અમીપરાની આગેવાનીમાં જૂનાગઢના સિનિયર એન્જિનિયરના પ્રતિનિધિ મંડળે એક આવેદનપત્ર આપીને ઉપરોક્ત ખોટી જાેગવાઈને રદ કરવાની માંગણી કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!