જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં રહેતા અને મધુરમ બાયપાસ રોડ શ્રીનગર સોસાયટીના ખુણા ઉપર ગિરીશભાઈ છતવાણી અને તેમના ભાઈ નરેશભાઈ છતવાણી ઈંડાની લારી ધરાવે છે જે રેકડી લઈને ઉભા હતા ત્યારે પોલીસ આવી હતી અને નરેશભાઈ છતવાણીએ માસ્ક કેમ નથી બાંધ્યું તેમ પૂછયું હતું. નરેશભાઈએ માસ્ક બાંધ્યું છે પરંતુ કામકાજ દરમ્યાન ઢીલું પડી જઈ ગળા ઉપરથી ઉતરી ગયાનો જવાબ આપ્યો હતો તેમજ દંડ ભરવાની તૈયારી પણ બતાવી હતી. પરંતુ પોલીસે તેમને જીપમાં બેસાડી સી ડિવીઝન પોલીસ સ્ટેશને લઈ જઈ નરેશભાઈ છતવાણી સામે આઈપીસી કલમ ૧૮૮ મુજબ ગુનો નોંધ્યો હતો. બાદમાં નરેશભાઈ છતવાણી જામીન ઉપર મુકત થયા હતા અને તેમણે પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે દોલતપરા વિસ્તારના વેપારીઓએ આજે જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews