જનરલ બોર્ડમાં સત્તાધારી પાર્ટીનાં કોર્પોરેટરો ઉંબાડીયા ન કરે તે માટે બોર્ડ પહેલા સંકલન બેઠક ?

જૂનાગઢ મહાનગરપાલિકાનું આજે મળનારા જનરલ બોર્ડમાં દર વખતની જેમ આ વખતે પણ ભાજપનાં એટલે કે સત્તાધારી પાર્ટીનાં કોર્પોરેટરો પોતાનો રોષ વ્યકત ન કરે અને કોઈપણ મુદે ઉંબાડીયા ન કરે તે માટે આજે બોર્ડ શરૂ થાય તે પહેલા જ મનોરંજન સર્કીટ હાઉસ ખાતે સંકલનની બેઠક યોજાય છે અને જેમાં ભાજપનાં તમામ કોર્પોરેટરો ઉપસ્થિત રહયાં હતાં. આ સમજાવટ કમ સંકલનની બેઠક પુરી થયા બાદ બોર્ડ મળનાર છે તેમાં કોઈ ઉગ્ર રજુઆત ન કરવા આદેશ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!