યુપીએ સરકારે જાે કૃષિ કાયદા અંગેનું બીલ પસાર કર્યુ હોત તો ખેડુતોને આત્મહત્યા ન કરવી પડત : ગોરધન ઝડફીયા

જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે ગોરધન ઝડફીયાની ઉપસ્થિતિમાં એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ ઉપર અને વિરોધ પક્ષ ઉપર આકરા પ્રકારો કરવામાં આવ્યા હતાં. તાજેતરમાં જ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળની સરકાર દ્વારા કૃષિ બીલ પસાર કરવામાં આવેલ છે. ખેડુતલક્ષી સુધારા તેમજ ખેડુતોને મહત્તમ લાભ થાય તે હેતુથી ત્રણ જેટલા કાયદાઓને સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ છે. દરમ્યાન આ બીલનાં વિરોધમાં છેલ્લા કેટલાય દિવસો થયાં દિલ્હી ખાતે કિસાનો દ્વારા આંદોલન પણ ચાલી રહયું છે. પરંતુ તેમ છતાં કેન્દ્ર સરકાર આ બીલ લઈ આવીને જ રહી છે. આ કૃષિ કાયદા અંતર્ગત ખેડુતોને મળનારા લાભો અંગેની જાણકારી મળી શકે તે માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહયા છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી હતી. કૃષિ બીલ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ૭૦૦ ગામોમાં પત્રકાર પરિષદો યોજવામાં આવશે. જે અંતર્ગત જૂનાગઢ ખાતે મનોરંજન સર્કિટહાઉસ ખાતે શ્રી ગોરધનભાઈ ઝડફીયાની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, મેયર ધીરૂભાઈ ગોહેલ તેમજ ભાજપનાં પદાધિકારીઓ, સંજયભાઈ મણવર અને શહેર અને જીલ્લાનાં ભાજપનાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતાં. પત્રકાર પરિષદમાં ગોરધનભાઈ ઝડફીયાએ કૃષિ કાયદા અંગે પ્રકાશ ફેંકયો હતો અને જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી દ્વારા કૃષિ આધારીત ત્રણ કાયદાનો પાંચ માસ પહેલા બંને ગૃહોમાં પસાર કરવામાં આવેલ છે. આ કાયદાને લઈને કિસાનોએ આંદોલન છેડયું છે. રાજસ્થાન અને હરીયાણા ખેડુતો આંદોલન કરી રહયાં છે. તો તેમને દુઃખે છે માથુ અને કુટે છે પેટ જેવો ઘાટ છે. દેશ આઝાદ થયો ત્યારે આર્થિક સ્થિતિ અનુસાર ૧૯૪૭નાં સમયગાળામાં ૬પ ટકા કૃષિ આધારીત લોકો નભતા હતાં. ૧૮/૧૯, ૧૯/ર૦નાં વર્ષનો સર્વે જાેતા પપ ટકા કૃષિ આધારીત વર્ગ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડુતો માટે ખાસ એગ્રીકલ્ચર ઝોન વિકસાવવાની યોજના જારી કરી છે. આ ઉપરાંત ખેડુતોના ખાતામાં ૬ હજાર રૂપિયા સીધા બેન્કમાં જમા થાય તેવી યોજના છે. ખેડુતોને તમામ લાભો મળવા પાત્ર થાય. ખુલ્લા માર્કેટમાં તેઓની જણસ વહેંચી શકે તે માટે સ્વામીનાથન કમિટી દ્વારા બીલને મંજુરી આપી છે જાેકે ર૦૧૯માં સ્વામીનાથન કમિટીએ આ બીલની રચના કરી હતી. ર૦૦૬માં યુપીએ સરકારનાં સમયગાળા દરમ્યાન કૃષિ અંતર્ગત કાયદાનું બીલ આવ્યું હતું. પરંતુ તેઓએ એ બાબતે કોઈ ધ્યાન આપ્યું ન હતું. આંદોલન કરવાવાળાઓને પણ સ્વામીનાથન બીલની ખબર હતી. પરંતુ ૧૪ વર્ષ સુધી તેઓને આ બીલ સાંભળ્યું નથી. અને સ્વામીનાથન કમિટીનું આ બીલ પસાર કરવામાં આવ્યું અને જેને લઈને હોબાળો મચી જવા પામેલ છે. પરંતુ પંજાબ અને હરીયાણા દ્વારા જે હોબાળો કરવામાં આવે છે તે દુઃખે છે માથુ અને કુટે છે પેટ એવો ઘાટ છે. જાે યુપીએ સરકારે કૃષિ કાયદા અંગેનું બીલ પસાર કરી લીધુ હોત તો ખેડુતોને આત્મ હત્યા કરવાનો વારો ન આવત તેવા ચાબખા ગોરધન ઝડફીયાએ માર્યા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!