ગિરનાર પર્વત ઉપર સતત બીજા દિવસે લઘુત્તમ તાપમાન પ.પ ડિગ્રી

જૂનાગઢ ખાતે આજે સવારે લઘુતમ તાપમાન ૧૦.પ ડિગ્રી નોંધાયું હતું જેના પરિણામે સમગ્ર વિસ્તર ઠંડોગાર થઈ ગયો હતો. આજની તિવ્ર ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭પ ટકા રહેતાં ઠંડીની તિવ્રતા વધી હતી. સવારે ર૮ કિ.મી./કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. કાશ્મીરમાં થયેલી હિમવર્ષાના કારણે જૂનાગઢનાં ગિરનાર ખાતે આજે સતત બીજા દિવસે લઘુતમ તાપમાન પ.પ ડિગ્રી રહેતાં ગીરનાર ક્ષેત્રમાં હેમાળો હલકયો હોય તેવી અનુભૂતિ થઈ હતી. કાતિલ ઠંડીને કારણે ગિરનાર આવતા યાત્રીકોની સંખ્યા ઘટી છે. જાે કે, ધાર્મિક જગ્યાઓના સંતો, સેવકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ બે દિવસ ઠંડી રહેશે, સોમવાર અને મંગળવારે અંશતઃ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ ઠંડીમાં સતત વધારો થશે. ડિસેમ્બર માસના છેલ્લા અઠવાડીયામાં અને જાન્યુઆરી માસ દરમ્યાન તિવ્ર ઠંડી પડવાની શકયતા દર્શાવવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!