દ્વારકામાં જુની નગરપાલિકા પાસે ગીચ વિસ્તારમાં આવેલ દેવભૂમિ મેડીકલ અને પૃથ્વીરાજસિંહ ચોહાણની આદિત્ય હોસ્પિટલમાં અગિયાર દિવસ પહેલા ભયંકર આગ લાગેલ હતી. ત્યારે ગીચ વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલની મંજુરી છે કે નહી તેવા વિવિધ પ્રશ્નો સાથેના અહેવાલ પ્રસિધ્ધ થયા હતા. ત્યારબાદ આગની ઘટનાને અગિયાર દિવસ વિતવા છતાં તંત્ર દ્વારા નકકર પગલા ભરવામાં આવ્યા નથી. નગરપાલિકાના ચિફ ઓફિસર ચેતન ડોડીયા સાથે વાત ચિતમાં જણાવ્યું કે, હોસ્પિટલની મંજુરી નથી અમે બધું ગોતી કાઢયું છે. હવે હોસ્પિટલ રીઓપન કરવાની છૂટ નહી આપવામાં આવે, આટલી બેદકારી શા માટે દાખવી છે તેવા વગેરે પ્રશ્નો સાથે નોટીસ આપવામાં આવશે તેમ ચિફ ઓફિસર દ્વારા જાણાવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી ગેરકાયદેસ ચાલી રહેલે હોસ્પિટલ કોના ઈશારે ચાલતી હતી અને ફાયર સેફટીના સાધનનો પણ હોસ્પિટલમાં અભાવ જાેવા મળ્યો હતો. ગેરકાયદેસર હોસ્પિટલ સંચાલક વિરૂધ્ધ તંત્ર દ્વારા અગામી દિવસોમાં શું એકશન લેવામાં આવશે તેની મીટ મંડાઇ રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews