જૂનાગઢમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો, રૂા. ર.પપ લાખની માલમતાની ચોરી

0

જૂનાગઢ શહેરમાં બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી રૂા.ર.પપ લાખની મતાની ચોરીનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે સુદામા પાર્ક વ્રજવાટીકા સોસાયટી, બ્લોક નં.પ૩માં રહેતા રામભાઈ જગમાલભાઈ ભુવાએ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીનાં બંધ મકાનનાં તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાંથી ત્રણ તોલાની રૂદ્રાક્ષની માળા તેમજ ત્રણ તોલાનું મંગલસુત્ર, એક તોલાનો સોનાનો પેન્ડલ, રોકડ રૂપીયા મળી કુલ રૂા.ર.પપ લાખની ચોરી કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આ અંગે ગુનો નોંધી સી-ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
કેશોદનાં ટીટોડી ગામે જુગાર રમતા ઝડપાયા
કેશોદનાં પોલીસ કોન્સ્ટેબલ જૈતાભાઈ બાબુભાઈ અને સ્ટાફે ટીટોડી ગામનાં ઈસરા રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રૂા.પ૮પ ની રોકડ મતા સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!