જૂનાગઢ તાલુકાનાં ચોકલી નજીક એક સાથે પાંચ સિંહોએ મારી લટાર

જૂનાગઢ નજીકના ચોકલી ગામે મોડીરાત્રીના એકી સાથે પાંચ સિંહોએ લટાર મારી હતી. સિંહ પરિવાર ગામની શેરીમાં આવી ચડતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ અંગે મળતી વિગત જંગલ વિસ્તાર છોડી સિંહો અવાર-નવાર માનવ વસ્તીમાં આવી ચડે છે. દરમ્યાન જૂનાગઢ નજીકના ચોકલી ગામે પણ મોડીરાત્રીના એક સિંહ પરિવાર આવી ચડયો હતો. પાંચ સિંહોના પરિવારે ગામની શેરીઓમાં બિન્દાસ્ત લટાર મારી હતી. સિંહ પરિવાર જંગલ અને સીમ વિસ્તાર છોડી હવે ગામની શેરીઓ પણ ખુંદવા લાગ્યા છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે વન વિભાગ આ સિંહોનું લોકેશન જાણી તને જંગલ વિસ્તારમા મોકલી આપે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!