સાપુતારામાં ગુલાબી ઠંડીના આહલાદક માહોલમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા

0

રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે શની -રવિવારના વિકેન્ડ કરવા ગુજરાત, મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા નાના મોટા ધંધાર્થીઓને બખ્ખા થઈ જવા પામ્યા હતા. દુનિયાભરમાં કોરોના મહામારી વચ્ચે લોકડાઉનમાં ધંધોરોજગાર ઉપરમાંથી અસર પહોંચી છે ત્યારે રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા કેટલાક સમયથી બદલાયેલા વાતાવરણમાં આહલાદક માહોલ સર્જાતા પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી હતી. શનિ- રવિવારના વિકેન્ડમાં ગુજરાત, મહારાષ્ટ્ર, સહિત મધ્યપ્રદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસી ઉમટી પડયા હતા. સાપુતારા ખાતે ફૂલ ગુલાબી ઠંડીના ચમકારા સાથે દિવસભર શીત લહેરના પગલે પ્રવાસીઓ નૌકાવિહાર, ઘોડેસવારી, પેરાગ્લાઈડિંગ, એડવેન્ચર એક્ટિવિટીની મજા માણવા ભારે ભીડ જાેવા મળી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!