ઉબેણ અને ભાદર નદીને પ્રદુષિત કરતી પાણીની પાઈપલાઈન રીપેર કરાય છે : તંત્ર

0

જૂનાગઢ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ગત મિટીંગનો પડતર પ્રશ્ન જેતપુરના કારખાનેદારો દ્વારા ફેલાવાતું પ્રદુષિત પાણી જે મજેવડી, ઝાલણસર, માખીયાળા, ધંધુસર વગેરે ગામોને અસરકર્તા હોય પ્રદુષણ રોકવા બાબત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આગળની શું કાર્યવાહી કરવામાં આવી તેનો જવાબ માંગવામાં આવ્યો હતો. જેતપુર અને જૂનાગઢની સંયુકત કચેરીના પ્રદુષણ અધિકારી દ્વારા હાલ ભાટ ગામ પાસથી પ્રદુષિત પાણી વહન કરતી તુટેલી પાઈપલાઈનના લીકેજને કારણે જે પ્રદુષિત પાણી ઉબેણ અને ભાદર નદીમાં ભળતું હતું તે રીપેર કરાઈ છે તેમ જણાવાયું હતું. હાલ દસ દિવસ સુધી તમામ કારખાનાઓ બંધ કરવાથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેમ ન હોય કારખાનેદારો દ્વારા વેસ્ટ પાણીના કાયમી નિકાલ કરવાની જયાં સુધી વ્યવસ્થા ન કરાય ત્યાં સુધી કારખાનાઓ બંધ રાખવા જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેષીએ પ્રદુષણ બોર્ડ પાસે માંગણી કરી હતી. ભીખાભાઈ જાેષી દ્વારા પ્રદુષણ બોર્ડના અધિકારીને સવાલ કરાયો હતો કે, જે કારખાનેદાર પ્રદુષણ નિયંત્રણના નિયમોનો ભંગ કરે છે તેવા કેટલા કારખાનેદારો સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ? કોઈ એકમ પાસેથી દંડની વસુલાત કરાઈ છે કે કેમ? જેતપુરના કારખાનેદારો સાડીનાં પ્રોડકશન બાદ મટીરીયલ વોશ કરવા ભેંસાણ અને જૂનાગઢ તાલુકાની ખેતીની જમીનનો ઘાટ તરીકે કોમર્શીયલ હેતુથી ઉપયોગ કરે છે તે તમામ ગેરકાયદેસર ઘાટોની તપાસ કરવા જૂનાગઢ અને ભેંસાણના પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને કમિટી બનાવી તેમના લાયસન્સ ચેક કરવા માંગણી કરાઈ હતી. પીજીવીસીએલને સાથે રાખી વીજ કનેકશન ખેતી વિષયક છે કે વાણિજ્યક તેની તપાસ કરવા તથા તેમાં ગેરકાયદેર કંઈ જણાય તો શિક્ષાત્મક પગલાં લઈ કારખાનાઓ બંધ કરાવવામાં આવે કારણ કે આ ઘાટ દ્વારા છોડાતા પાણીને લીધે જ નદીઓમાં પ્રદુષણ ફેલાતું હોવાનું જણાવાયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!