નર્મદાનદીના કિનારે કેવડિયા કોલોની ખાતે સરદાર પટેલની પ્રતિમા પાસે ભવ્ય મ્યુઝિયમ બનાવવાનો ર્નિણય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કરતાં રાજવી પરિવારોએ ગાંધીનગરમાં એમનો આભાર માનીને એમનું પરંપરાગત સન્માન કર્યું હતું. મહારાજા સિરોહી રઘુવીરસિંહજી સહિતના રાજાઓની ઉપસ્થિતિમાં સાદગીભર્યો છતાં ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહના સંયોજનમાં સૌ કોઇ રાજવીઓ-એમના પરિવારના પ્રતિનિધીઓએ સરકારના આ ર્નિણયને ઉમળકાભેર વધાવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું પાઘડી પહેરાવી રઘુવીરસિંહજી ઓફ સીરોહીએ ઉપસ્થિત તમામ રાજવીઓ વતી સન્માન કર્યું હતુ. ગોંડલ યુવરાજ સાહેબ હિમાંશુસિંહજી, મહારાણા સાહેબ પરંજયદિત્યસિંહજી ઓફ સંતરામપુર, ઠાકોર સાહેબ રાજકોટ શ્રી માંધાતાસિંહજી તમામ રાજવીઓ વતી ઋણ સ્વીકારપત્ર અર્પણ કર્યું હતુ. યુવરાજ સાહેબ ઓફ દાંતાએ માં અંબામાની મૂર્તિ અને ચુંદડી તમામ રાજવીઓ વતી અર્પણ કરી હતી. રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે પોતાના બલિદાન અને શૌર્ય થકી ઉભા કરેલા રજવાડાઓને ભારત દેશની અખંડિતતા માટે તે સૌએ સમર્પિત કર્યા તે ખુબ જ સરાહનીય છે. ૫૬૨ રજવાડાઓનો ઈતિહાસ, શૌર્ય અને ગૌરવ ગાથા રજુ કરતુ વર્લ્ડ કલાસ મ્યુઝીયમ કેવડીયા ખાતે તૈયાર થશે તે આવનારી પેઢીઓ માટે આ મ્યુઝીયમ પ્રેરણારૂપ બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. રૂપાણીએ કહયું કે ભૂતકાળમાં રાજવીઓએ આપેલા પ્રજાવત્સલ સુશાસનમાંથી પ્રેરણા લઈને અમે પ્રજા કલ્યાણનાં કાર્યો કરી રહ્યા છીએ. આ મ્યુઝિયમનું નિર્માણ થતાં રાષ્ટ્ર એકતાની ભાવના વધારે દ્રઢ બનશે અને એકતા નર્સરી, એકતા ભવન, અલગ અલગ ભાષાઓ બોલી, પહેરવેશ, દરેક પ્રાંતની સંસ્કૃતિ અને કલાને સાથે એકતાનો ભાવ અહિંયા પ્રસ્તુત થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યકત કર્યો હતો. રાજય સરકાર કેવડીયાને સંપૂર્ણ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં નિર્માણ થનારા આ મ્યુઝિયમમાં દેશના પ૬ર જેટલા રજવાડાઓનો ભવ્ય વારસો, કલા, સંસ્કૃતિ, વહીવટ, સુશાસન વિગેરેનું અદ્યતન વર્લ્ડ કલાસ મ્યુઝીયમ આ પરીસરની વિશિષ્ટતા રહેશે. ભારતનો સાચો ઇતિહાસ લોકો સમક્ષ મુકવાની કટીબધ્ધતા, કેવડીયા ખાતે ૫૦૦ રૂમનું સંકુલ, વર્ષે એક કરોડ પ્રવાસીઓ મુલાકાતે આવે તેવુ લક્ષ્યાંક રાખીને અમારી સરકાર આગળ વધી રહી છે તેમ જણાવેલ. રાજયના કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, મંત્રી દયદ્રથસિંહ પરમાર, મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજા અને ધારાસભ્યો રવિરેન્દ્રસિંહજી જાડેજા, પ્રદ્યુમનસિંહજી જાડેજા અને કિરીટસિંહજી રાણા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા. રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાએ આ અવસરે પોતાની લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતું કે એક તરફ આખો દેશ કપરા સમયમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે પણ સતત અવિરત મહત્વના ર્નિણયો લઇને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પોતે ઇતિહાસ સર્જી રહ્યા છે, ગુજરાતની વિકાસયાત્રા પણ ઝડપથી આગળ વધી રહી છે ત્યારે દેશના રજવાડાંઓના ઇતિહાસને પુનઃસજીવન કરવાનો જે ર્નિણય લેવાયો છે એ આનંદની અને ધન્યતાની પળ છે. આ ઋણસ્વિકાર કાર્યક્રમમાં નામદાર મહારાજ પ્રાગમલજી સાહેબ ઓફ કચ્છના પ્રતિનિધી ઠાકોર સાહેબ કૃતાર્થસિંહજી, મારવાડ – જાેધપુરના મહારાજા ગજસિંહજીના પ્રતિનિધી કરણીસિંહજી ઓફ જસોલ, સિરોહીના મહારાવ સાહેબ રઘુવીરસિંહજી, સંતરામપુરના મહારાણા સાહેબ પરંજયદિત્યસિંહજી, રાજકોટના ઠાકોર સાહેબશ્રી માંધાતાસિંહજી જાડેજા, ગોંડલના યુવરાજ સાહેબશ્રી હિમાંશુસિંહજી, બાલાસિનોરના નવાબ સલાલુદ્દીનખાન સાહેબ, ઉટેલિયાના યુવરાજ સાહેબ ભગરીથસિંહજી, છોટા ઉદેપુરના મહારાજ સાહેબ જયપ્રતાપસિંહ ચૌહાણ, સચીનના નવાબ સીદી રેઝાખાન, સંજેલીના મહારાજ કામખ્યાસિંહજી, ધ્રોલના ઠાકોર સાહેબ પ્રદ્મરાજસિંહજી, યુવરાજ સાહેબ જયદિપસિંહજી જાડેજા ઓફ રાજકોટ, યુવરાજ સાહેબ સિધ્ધરાજસિંહજી ઓફ વઢવાણ, યુવરાજસિંહ સાહેબ રિધ્ધીરાજસિંહજી ઓફ દાંતા, નવાબજાદા સિદી ફૈજલખાન ઓફ સચીન અમરનગર, ઠાકોર સાહેબ જીતેન્દ્રસિંહજી ઓફ મુળી, ઠાકો૨ સાહેબ ૨ાઘવેન્દ્રસિંહજી ઓફ વલ્લભી૫ુ૨, ઠાકો૨ સાહેબ ૨ાજવી૨સિંહજી ઓફ માળીયા, ઠાકો૨ સાહેબ સોમ૨ાજસિંહજી ઝાલા ઓફ સાયલા, ઠાકો૨ સાહેબ કિર્તિકુમા૨સિંહજી ઓફ લાઠી, દ૨બા૨ સાહેબ અજયસિંહજી ઓફ અમ૨નગ૨, ઠાકો૨ સાહેબ ૨ઘુવી૨સિંહજી ઓફ ગાંગડ, ઠાકો૨ સાહેબ વિ૨ભદ્રસિંહજી ચુડાસમા ઓફ ગાફ, ઠાકો૨ સાહેબ દેવેન્દ્રસિંહજી ઓફ વી૨૫ુ૨, દ૨બા૨ સાહેબ જયવી૨સિંહજી ઓફ ચોટીલા, કુમા૨ મહાવી૨સિંહજી ઓફ ચોટીલા, યુવ૨ાજ સાહેબ ૨ણજીતસિંહજી ૫૨મા૨ ઓફ મુળી, યુવ૨ાજ સાહેબ આદિત્યસિંહજી ઓફ ચુડા, યુવ૨ાજ શેહ૨ય૨ મલ્લિક ઓફ બજાણા વિગે૨ે ઉપસ્થિત રહયા હતા. શુભેચ્છા ૫ત્રો એચ.એચ મહા૨ાજા સાહેબ બ૨ોડા, એચ.એચ મહા૨ાજા સાહેબ ઓફ મૈસુ૨, એચ.એચ મહા૨ાજા સાહેબ ઓફ મા૨વાડ – જાેધ૫ુ૨, ૨જાકુમા૨ી દિયાકુમા૨ી ઓફ જય૫ુ૨, મહા૨ાવ સાહેબ ૫ૂાગમલજી ઓફ કચ્છ, મહા૨ાજા સાહેબ ઓફ હળવદ-ધ્રાંગધ્રા, મહા૨ાજા ઓફ વાસદા, મહા૨ાજા સાહેબ ઓફ દેવગઢ બા૨ીયા, મહા૨ાજ કુમા૨ સાહેબ ઓફ ૫ાલીતાણા વિગે૨ે ત૨ફથી અભિવાદન કર્યું હતુ.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews