ગઇ કાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ૨ ગ્રહોના મિલનનો નજારો ખગોળ પ્રેમીઓએ માણ્યો હતો. આપણાં બ્રહ્માંડમાં ગ્રહો પોત પોતાની ગતીથી આકાશે પરિભ્રમણ કરે છે. ગુરૂ અને શનિ આ બે મોટા ગ્રહોનું તા.૨૧મી ડિસેમ્બરે ૪૦૦ વર્ષ બાદ નજરે નિહાળી શકાય તેવી યુતિ જાેવા મળવાની આ વિશેષ વર્ષ હતું. હવે આ નજારો યુતિ ૨૦૮૦માં જાેવા મળશે. આમતો સામાન્ય રીતે શનિ ગુરૂ આશરે ૨૦ વર્ષે એકબીજાની નજીકથી પસાર થતા હોય છે. પરંતુ તે નજરે નિહાળવાની ઘટના કયારેક જ બને છે. ગોંડલના પ્રકૃતિ પ્રેમી અને ખગોળપ્રેમી હિતેશભાઈ દવેએ તેમના નાનાભાઈ યોગેશભાઈ દવેના ઘરે આ અદભુત ખગોળીય યુતિ નિહાળવાની ખાસ વ્યવસ્થા કરી બાઈનોકયુલર અને ટેલિસ્કોપથી શનિ-ગુરૂની યુતિ ખગોળપ્રેમીઓને નિહાળવાની અને આ સદીની આ ઘટનાના સાક્ષી બનવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી હતી. બાળકો, યુવાનો અને ખગોળપ્રેમીઓએ શનિ ગુરૂ યુતિના અદભુત નજરાને મનભરીને માણ્યો હતો. આ સાથે આકાશમાં મંગળ, ચંદ્ર, શનિ, ગુરૂ ગ્રહોની સાથે વિવિધ નક્ષત્રો, ગ્રહો અને ગેલેક્ષી સાથે આકાશ દર્શનનો લ્હાવો લીધો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews