વંથલીના ધણફુલીયાની સીમમાં સિંહે સગીરાને ફાડી ખાતાં હાહાકાર, ગ્રામજનોમાં ભયની માહોલ

0

વંથલી પંથકમાં ગત રાત્રે લઘુશંકાએ ગયેલ એક સગીરાને બે સિંહોએ ઉપાડી જઇ ફાડી ખાતા હાહાકાર મચી ગયો છે. ધણફુલીયા ગામની સીમના આ બનાવથી ગ્રામજનો ભયભીત થઇ ગયા છે. મૃતક સગીરાની સાથે ગયેલ અન્ય છોકરીનો આબાદ બચાવ થયો હતો. છોકરીનો શિકાર કરીને નાસી ગયેલા બંને સિંહોનું લોકેશન મેળવવા વન વિભાગે તજવીજ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધણફુલીયા ગામના હરસુખ જેરામભાઇ ચાવડાની વાડીએ રહેતા અને ખેત મજુરી કરતા રમેશભાઇ બીજલભાઇ પારઘી(આદિવાસી) ગત રાત્રીના આઠ વાગ્યે પરિવાર સાથે જમી કારવીને ઓરડીમાં બેઠા હતા. દરમ્યાન રમેશભાઇની દિકરી રેખા અને ભાણેજ ભાવના દિપસીંગ બામણીયા (ઉ.૧૭) રાત્રે ઓરડીની બાજુમાં આવેલ વાડીમાં લઘુશંકા કરવા ગઇ હતી ત્યારે બે સિંહો અચાનક આવી ચડયા હતા. આ બંને છોકરી કંઇ સમજે કે વિચારે તે પહેલા બંને ઉપર સિંહોએ તરાપ મારી હતી. જેમાં રેખા પાણીની કુંડીમાં પડી ગઇ હતી અને ભાવનાને બંને સિંહો ઉઠાવી ગયા હતા. પાણીની કુંડીમાં પડેલી રેખાએ રાડારાડ કરતા તેનો અવાજ સાંભળીને તેના પિતા રમેશભાઇ વગેરેએ આવીને રેખાને પાણીની કુંડીમાંથી બહાર કાઢી હતી. તેણીએ ભાવનાને બે સિંહો ઉપાડી ગયા હોવાનું જણાવતા રમેશભાઇ અને અન્ય લોકો સિંહો જે દિશામાં ગયા હતા તે તરફ પીછો કરતા ઇબ્રાહીમબાપુની પડતર જગ્યાએ બંને સિંહો ભાવનાને ફાડી ખાતા જાેવા મળ્યા હતા.દરમ્યાન વન વિભાગના સ્ટાફે પણ પહોંચી જઇને તેમણે અને લોકોએ હાકલા પડકારા કરતા બંને સિંહો ભાવનાનો શિકાર અધુરો મુકીને નાસી ગયા હતા. આ ઘટનામાં ભાવનાને કમરથી ગોઠણ સુધીના ભાગને ફાડી ખાતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં બંને સિંહો સેલરા ગામની સીમ તરફથી આવ્યા હતા અને ભાવનાને ફાડી ખાધી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!