દ્વારકાની નવનિર્મિત બકાલા માર્કેટ કોરોના મહામારીમાં જીવતા બોમ્બ સમાન, સોશ્યલ ડીસ્ટન્સનો અભાવ

દ્વારકામાં શાર્કમાર્કેટ ચોકમાં પાલીકા દ્વારા નવનિર્મીત વંડો વારી અંદાજીત ૪૦ જેટલા બાંકડાઓ બનાવી બકાલા માર્કેટ બનાવી છે જેમાં જુદા જુદા વેપારીઓને બાંકડાઓ ફાળવી દેવામાં આવ્યા છે. નવનિર્મીત માર્કેટમાં સવારથી લોકો બકાલું લેવા ઉમટે છે ત્યારે બકાલા માર્કેટમાં ભયંકર ભીડ રહેતી હોવાથી હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં સોશ્યલ ડીસ્ટન્સ ન જળવાતા બકાલા માર્કેટ કોરાનાના જીવતા બોમ્બ સમાન સાબિત થઈ શકે છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય અને સોેશ્યલ ડીસ્ટન્સ જળવાઈ રહે તે માટે બકાલાના વેપારીઓ દ્વારા બકાલા માર્કેટ બહારના ભાગે જે નવનિર્મિત બકાલા માર્કેટ નહોતી બની એ પહેલા વેપારીઓ લારીઓ લઇ ધંધા-રોજગાર કરતા હતા. ત્યારે કોરોનાની મહામારીને અનુલક્ષીને સોશ્યલ ડીસ્ટન્સ જળવાય તેમજ કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે ધંધા-રોજગાર કરતા હતા. દ્વારકા નગરપાલીકાના ચિફ ઓફિસર ચેતન ડોડીયા, પ્રમુખ જયોતિ સામાણી દોડી ગયા અને વેપારીઓને બાંકડાઓ સોંપી ત્યાં જ વેપાર ધંધા ચાલુ રાખવા દબાણ કરતા વેપારીઓ કોરોના મહામારી સમયે ભયમુક્ત થઈ ગયેલ છે. જાે કે, વેપારીઓ બાંકડા ઉપર ધંધો નહીં કરે તો પરત બાંકડાઓ જપ્ત કરી લેવાશે તેવી પણ વેપારીઓને ચિમકી આપવામાં આવી હતી. જાે કોઇ હવે બહાર લારીઓ લઈને ઉભશે તો પોલીસ કાર્યવાહી કરવાની પણ વેપારીઓને ચિમકી આપી હતી. નગરપાલીકા તંત્ર દ્વારા કોરોના મહામારી સમયે સંક્રમણ ફેલાય એ રીતે વેપારી પાસે વર્તન કર્યું હોવાથી લોકો પણ નગરપાલીકા તંત્ર સામે નારાજ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!