ગુજરાતમાં માર્ચ માસથી કોરોના રૂપી તાળુ શાળા-કોલેજાેને લાગી ગયું છે. જે હજુ સુધી ખુલ્લુ થઈ શકયું નથી. શૈક્ષણિક વર્ષ ર૦ર૦નું પુરૂ થવા જઈ રહયું છે. ત્યારે રાજય સરકાર અને શિક્ષણ વિભાગ વિધાર્થીઓ લક્ષી નિર્ણય લેવામાં અવઢવમાં છે અને હજુ સુધી ચોકકસ ગાઈડ લાઈન જારી કરી નથી. શાળાઓ ખોલવા અંગે સરકારે પોતાની નિતી હજુ સ્પષ્ટ કરી નથી. હજુ માસ પ્રમોશન બાબત હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કે નિર્ણય લેવાયો નથી કે લેવાશે નહીં તે અંગે પણ અટકળો થઈ રહી છે. દરમ્યાન સરકારે ર૦ર૦નાં શૈક્ષણિક વર્ષને કોરોનાગ્રસ્ત ગણી અને વિધાર્થીઓને કોઈપણ જાતની અવઢવમાં નાંખ્યા વિના રાહતલક્ષી કાર્યક્રમ વહેલી તકે જાહેર કરી દેવાની માંગણી ઉઠી છે. કોરોના મહામારી વચ્ચે શાળાઓ શરૂ થવાની ફરી એકવાર ચર્ચાઓ શરૂ થવા સાથે માસ પ્રમોશનની પણ વાતો-અટકળો વાયરલ થવા માંડતા રાજ્ય સરકાર તરફથી આ તમામ અહેવાલોને ફગાવી દેવામાં આવ્યા છે અને જાન્યુઆરીથી ફરી શાળા ખોલવા અને માસ પ્રમોશન માટે હાલમાં કોઈ ઈરાદો ન હોવાની સ્પષ્ટતા પણ કરી દેવામાં આવી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, હાલની સ્થિતિમાં જાન્યુઆરી મહિનાથી સ્કૂલ-કોલેજાે ખોલવાનો સરકારનો કોઈ ઈરાદો નથી. એટલું જ નહીં, ગત વર્ષની માફક ધો.૧૦ અને ૧૨ સિવાયના વર્ગોમાં માસ પ્રમોશનનો પણ હાલ સરકારે કોઈ ર્નિણય નથી લીધો તેવું પણ તેમણે કહ્યું હતું. શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે, સ્થિતિને અનુરૂપ યોગ્ય સમયે યોગ્ય ર્નિણય લેવામાં આવશે, હાલ તેની ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. આજે દિવસ દરમ્યાન કેટલીક વિવિધ મીડિયા ઉપર એવા અહેવાલ પ્રસારિત થયા હતા કે ગુજરાત સરકાર જાન્યુઆરી મહિનાથી સ્કૂલો અને કોલેજાે શરૂ કરવાની જાહેરાત કરી શકે છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી જ સ્કૂલો અને કોલેજાે ધમધમતી કરી દેવાશે તેવા દાવા પણ આ અહેવાલોમાં કરાયા હતા. સરકારે આ અહેવાલોને પાયાવિહોણા ગણાવી તેમને ફગાવી દીધા છે. આ ઉપરાંત, હાલ આવી કોઈ વાત વિચારણા હેઠળ પણ નથી તેવી સ્પષ્ટતા પણ કરી છે. દિવાળી વેકેશન બાદ સ્કૂલો અને કોલેજાે નિયંત્રણો સાથે શરૂ કરવા માટે સરકારે પૂરી તૈયારી કરી લીધી હતી. પરંતુ કોરોનાના કેસોમાં અચાનક વધારો થતાં સરકારને પોતાનો ર્નિણય પડતો મૂકવાની ફરજ પડી હતી. હાલ સરકાર કોઈ રિસ્ક લેવા માંગતી ન હોવાથી રાજ્યમાં કોરોનાના કેસોમાં તાજેતરના દિવસોમાં જાેવાયેલા ઘટાડા બાદ પણ સ્કૂલો અને કોલેજાે શરૂ કરવા અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. બીજી તરફ, હવે શૈક્ષણિક સત્રને માંડ ત્રણેક મહિના બાકી રહ્યા છે અને તેમાંય સ્કૂલો ક્યારે ચાલુ થશે તેના કશાય ઠેકાણા ના હોવાના કારણે આ વર્ષે પણ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે કે કેમ તે અંગે સરકારે સ્પષ્ટતા નથી કરી. સ્કૂલો ઓનલાઈન એજ્યુકેશન આપી રહી છે, પરંતુ તેની ક્વોલિટી તેમજ પહોંચને લગતા પણ ગંભીર સવાલો ઊભા જ છે. તેવામાં માત્ર ઓનલાઈન એજ્યુકેશનના આધારે વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા લેવી કે કેમ તે અંગે શિક્ષણવિદોમાં પણ મતમતાંતર પ્રવર્તી રહ્યા છે. નોંધનીય છે કે, ગત શૈક્ષણિક વર્ષમાં પણ સરકારે માસ પ્રમોશનની જાહેરાત છેલ્લી ઘડીએ જ કરી હતી. ખાસ કરીને જેમના બાળકોને આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાની છે તે વિદ્યાર્થીઓના માતા-પિતા હાલ ચિંતામાં છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવાતી હોય છે અને ડિસેમ્બર સુધીમાં તો અભ્યાસક્રમ પૂરો કરી જાન્યુઆરીથી તેનું રિવિઝન પણ શરૂ કરી દેવાતું હોય છે. આ વર્ષે ધો.૧૦ અને ૧૨ના અભ્યાસક્રમમાં ઘટાડો કરવાની જાહેરાત તો સરકારે કરી જ દીધી છે, પરંતુ તેની સાથે પરીક્ષા પણ મે મહિનામાં લેવાય તેવી શક્યતા પ્રવર્તી રહી છે. જાે કે, પરીક્ષાની તારીખ અંગે હજુ સુધી સરકારે કોઈ ચોખવટ કરી નથી . અત્રે ઉલ્લેખનિય છે કે ર૦ર૦ શૈક્ષણિક વર્ષમાં માર્ચ માસમાંથી કોરોનાનો પંજાે પડી જવાનાં કારણે શાળા-કોલેજાેને બંધ કરી દેવાની ફરજ પડી છે. કયારેક ઓનલાઈન તો કયારેક ઓફલાઈન જેવા કાર્યક્રમો વર્ષ દરમ્યાન ચાલી રહયા છે. કોરોનાનાં ભયજનક સ્થિતિ વચ્ચે ઓફલાઈન કે ઓનલાઈનનું ભણતર વિદ્યાર્થીઓ ભણી શકયા નથી. તો પછી સરકાર વારંવાર પરીક્ષાનાં નાટકો અને કાર્યક્રમો કેમ જાહેર કર્યા રાખે છે. તે બાબતે મોટા ભાગનાં વિધાર્થીઓમાં રોષની લાગણી ફેલાઈ છે અને એવી બુલંદ માંગણી પણ ઉઠવા પામી છે કે ર૦ર૦નું વર્ષ કોરોના વર્ષને ધ્યાને લઈ વિદ્યાર્થીઓનાં હિતમાં તત્કાલ યોગ્ય નિર્ણય લેવાની માંગણી ઉઠી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews