ગિરનાર પર્વત ઠંડોગાર : પ.૦પ ડિગ્રી તાપમાન

0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એક દિવસ ઠંડીમાં ઘટાડો રહયા બાદ સાંજથી ફરી ઠંડીનો જાેર વધતા કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. અને સમગ્ર રાજયમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ તેવા નિર્દેશો મળેલ છે. જૂનાગઢ નજીક આવેલા ગિરનાર પર્વત ઉપર સરેરાશ પ થી ૬ ડિગ્રી તાપમાન છેલ્લા ૧પ દિવસથી રહયું છે. ત્યારે જૂનાગઢ શહેરમાં સરેરાશ ૧૧ થી ૧૩ ડિગ્રી તાપમાન રહેતું હોય છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર જૂનાગઢ શહેરમાં મેકઝીમમ તાપમાન ૧પ.૦ અને મીનીમમ તાપમાન ૧૦.૦પ, ભેજ ૮૦ ટકા અને પવનની ગતિ ર.ર રહી છે. ઠંડીનાં વધતા જતા પ્રકોપ સામે ગરમ વસ્ત્રોની ખરીદી સતત થઈ રહી છે. સ્વેટર, મફલર, હાથમોજા, ટોપી, કોટ વગેરેની માંગ રહે છે. જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર ખાતે પ.૦પ ડિગ્રી જેવું તાપમાન રહેવાને કારણે પશુ-પક્ષી અને પ્રાણીઓને અસર પહોંચી છે. જંગલ વિસ્તારોમાં અતિશય ઠંડીને કારણે પક્ષીઓ પોતાના માળામાં ભરાઈને બેઠા છે. જયારે પ્રાણી માત્ર પોતાની ગુફાઓમાં દિવસ દરમ્યાન રહે છે.
રવિવારે આકાશમાં વાદળો બંધાયા હતાં અને ત્યારબાદ ઠંડીમાં ઘટાડો થયો હતો.
ગઈકાલે બપોર સુધીમાં ઠંડીમાં આંશીક ઘટાડો રહયો હતો. પરંતુ સાંજથી ઠંડી વધી હતી. સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત વિસ્તારોમાં તિવ્ર ઠંડી જાેવા મળી હતી. અને હજુ આગામી દિવસોમાં ઠંડીનો દોર યથાવત રહેશે તેવો હવામાન વિભાગની આગાહી રહી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!