સોમનાથ મંદિરના શિખર ઉપર ૬૬ સુવર્ણ જડીત કળશો લગાવાયાં

0

જગવિખ્યાત સોમનાથ મંદિરના શિખરોને સુવર્ણ કળશથી મઢવાનું કામ શરૂ કરવામાં આવેલ છે અને અત્યાર સુધીમાં સોનાથી મઢેલા ૬૬ જેટલા સુવર્ણ કળશો મંદિરના શિખરો ઉપર લગાડાય ચુકયા છે. આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેનાર હોવાનું જાણવા મળેલ છે.
સોનાના મંદિર તરીકે ઇતિહાસમાં અંકાયેલ પ્રથમ આદિ જયોર્તિલીંગ સોમનાથ મંદિર ફરી તેના ભવ્ય ભુતકાળને તાજુ કરવા તરફ જઇ રહયુ હોય તેવો અનુભવ સોમનાથમાં આસ્થા ધરાવતા શિવભકતો કરી રહયા છે. છેલ્લા થોડા વર્ષો દરમ્યાન સોમનાથ મંદિરને ફરી ભકતોના સહયોગથી સોનાથી મઢીત કરવાની કામગીરી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પુરજાેશમાં કરવામાં આવી રહી છે. જેમાં વધુ એક કામગીરી થોડા દિવસોથી ચાલી રહી છે. જેની વિગતો આપતા સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, જગવિખ્યાત સોમનાથ મંદિરના શિખર ઉપરના અંદાજીત ૧૫૦૦ જેટલા પથ્થરોના કળશો છે જેને શિવભકતોના સહયોગથી સોનાથી મઢવા માટે સુવર્ણ કળશ પ્રાયોજના શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત કોઇપણ ભાવિક રૂા. ૧.૫૧ લાખ, રૂા.૧.૨૧ લાખ અને રૂા.૧.૧૧ લાખનું અનુદાન નોંધાવી એક કળશના દાતા તરીકેનો સહયોગ મંદિરને આપી શકે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જેને સારો એવો પ્રતિસાદ મળ્યોે છે અને અત્યાર સુધીમાં ૫૩૦ જેટલા શિવભકતોએ અનુદાન નોંધાવ્યું છે. જેથી નોંધાયેલા તમામ દાતાઓના કળશ તૈયાર કરવાની કામગીરી એક એજન્સીને સોપવામાં આવી હતી. જેના દ્વારા તૈયાર થઇ ગયેલા કળશો મંદિરના શિખરો ઉપર લગાવવાની કામગીરી થોડા દિવસોથી શરૂ કરવામાં આવી છે અને આજદીન સુધીમાં ૬૬ જેટલા કળશો મંદિરના શિખરો ઉપર લગાવાય ચુકયા છે.
વધુમાં જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, તૈયાર કળશોને શિખર ઉપર ફીટ કરતા પૂર્વે જે દાતાઓએ કળશ માટે અનુદાન નોંધાવ્યું છે તેનો સંપર્ક કરી તેમની અનુકુળતા મુજબ જાે રૂબરૂ આવી શકે તો મંદિરે પૂજારીઓ દ્વારા કળશની પૂજાવિધિ કરાવવામાં આવે છે. કોરોનાને લઇ કોઇ દાતા રૂબરૂ આવી શકે તેમ ન હોય તો તેઓને વિડીયો કોલીંગના માધ્યમથી કળશની ઓનલાઇન પૂજા કરાવ્યા બાદ જ કળશોને શિખર ઉપર લગાવવાની કામગીરી છેલ્લા થોડા દિવસોથી ચાલી રહી છે. આજદિન સુધી કુલ ૬૬ યજમાનોએ કળશ પૂજાનો લાભ લીધેલ છે.
સોમનાથ મંદિરના શિખર લગાવાઇ રહેલ કળશો ખાસ ટેકનીકથી તૈયાર કરવામાં આવી રહેલ છે. કારણ કે, સોમનાથ મંદિર દરીયાકાંઠે આવેલુ હોવાથી સતત ભેજના વાતાવરણના કારણે કળશોને કોઇજાતનું નુકશાન ન થાય તે માટે કોપર ધાતુમાંથી કળશો તૈયાર કરી તેને સોનાથી મઢવામાં આવે છે અને ત્યારબાદ જ તેને મંદિરના શિખર ઉપર લગાવવામાં આવી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!