ગુજરાત સરકારના બજેટનું કદ ૩૦ ટકા સુધી ઘટાડવાની શક્યતા

રાજ્યના તમામ વિભાગો પાસે નાણાં વિભાગે અંદાજાે તૈયાર કરવા માટેની સૂચના આપી, નાણાં, આરોગ્ય, શહેરી વિકાસ, શિક્ષણ અને પંચાયત વિભાગોમાં બજેટ વધુ રહી શકે છે. કોરોના મહામારીના કારણે સરકારી તિજાેરીને મોટો ફટકો લાગ્યો છે અને તેની અસર હેઠળ રાજ્ય સરકારના બજેટ કદમાં અંદાજિત ૩૦ ટકાનો ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા છે. એટલું જ નહીં નવા બજેટમાં આરોગ્ય ક્ષેત્રમાં વધુ નાણાંની ફાળવણી કરવામાં આવે તેવી શક્યતા છે. નાણાં વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે, રાજ્ય સરકારે તમામ વિભાગોને બજેટ અંદાજમાં ૨૫થી ૩૦ ટકાનો કાપ મૂકવા જણાવ્યું છે. ડિસેમ્બર મહિનામાં જ રિવાઈઝ બજેટ તૈયાર કરવામાં આવશે. કોરોના મહામારીને કારણે બે મહિનાનું લોકડાઉન અને ત્યારબાદ પણ વેપાર-ધંધા રેગ્યુલર શરૂ થઈ શક્યા ન હતા. પરિણામે જીએસટી, વેટ, સ્ટેમ્પડ્યૂટી સહિતના વેરાની વસૂલાતમાં મોટો ઘટાડો નોંધાયો છે, તો બીજી બાજુ કોરોના મહામારીના કારણે આરોગ્ય ક્ષેત્રે ખર્ચ વધી ગયો છે. જેથી આરોગ્ય સેવાઓમાં વધુ નાણાં ફાળવણી કરવામાં આવે તેવી શક્યતા છે, જ્યારે તમામ વિભાગોને નવા બજેટ અંદાજાે તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. ચાલુ નાણાંકીય વર્ષ માટેનું ૨.૧૭ લાખ કરોડનું બજેટ પસાર કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે, નવેમ્બર મહિનાના અંત સુધીમાં રાજ્ય સરકારની કુલ આવક ૪૫,૮૯૪ કરોડ રહી હતી તે બજેટના અંદાજની સરખામણીએ માત્ર ૪૫.૩૦ ટકા છે. હવે નાણાંકીય વર્ષને આડે માત્ર ચાર મહિના બાકી છે. આવક વધારવા માટે કોઈ કઠોર પગલાં લઈ શકાય તેવી સ્થિતિ નથી. આખા વર્ષની કુલ આવક અંદાજ કરતા માંડ ૬૫થી ૭૦ ટકાએ પહોંચી શકે તેમ છે પરિણામે આવક- ખર્ચના અંદાજાેમાં મોટો તફાવત રહેવા તથા આર્થિક પાસાઓ વેરવિખેર થઈ જવાની આશંકા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!