ગુજરાત હાઈકોર્ટે ધારાસભ્ય કાંધલ જાડેજાને નિર્દોષ જાહેર કરી ડિસ્ચાર્જ અરજી મંજૂર કરી

0

વર્ષ ૧૯૮૯માં પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે હથિયાર રાખવાની એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા સામે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદમાં પુરાવાના અભાવે ગુજરાત હાઈકોર્ટે ધારાસભ્ય કાંધલ જાડેજાને નિર્દોષ જાહેર કર્યો છે અને ડિસ્ચાર્જ અરજી મંજૂર કરી છે. પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે હથિયાર રાખવાની ફરિયાદમાં પુરાવાના અભાવે હાઈકોર્ટે ધારાસભ્ય કાંધલ જાડેજાને નિર્દોષ જાહેર કર્યા છે. હાઈકોર્ટે કાંધલ જાડેજાની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરી છે. કાંધલ જાડેજા સામે હાલ ૧૫ કેસો નોંધાયેલા છે. આ ૧૫ કેસોમાં ગેરકાયદેસર હથિયાર, ખંડણી, હુમલો, રમખાણ, કસ્ટડીમાંથી ફરાર થવું અને નકલી દસ્તાવેજાે સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે. સુપ્રિમ કોર્ટની સૂચના બાદ ગુજરાત હાઈકોર્ટે નીચલી કોર્ટોને નિર્દેશ આપ્યો છે કે, ગુજરાતના વર્તમાન અને પૂર્વ સાંસદો અને ધારાસભ્યો સામે ચાલી રહેલા કેસોની નિયમિત સુનાવણી કરી સત્વરે તેનો નિકાલ કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટમાં કાંધલ જાડેજા સામેના પડતર કેસોની સુનાવણી પણ શરૂ કરવામાં આવી હતી. પોરબંદરમાં વર્ષ ૨૦૦૫ના એક હત્યા કેસમાં કાંધલ જાડેજાને નિર્દોષ છોડી મૂક્યો હતો. જેની સામે સરકારે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. આ અપીલની સુનાવણી સોમવારથી ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવશે. વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કાંધલ જાડેજાએ કરેલી એફિડેવીટમાં પોરબંદર, રાજકોટ અને અમદાવાદમાં કુલ ૧૫ કેસો નોંધાયેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાંધલે પ્રથમ વખત ૨૦૧૨માં એનસીપીમાંથી રાણાવાવ-કુતિયાણા બેઠક ઉપરથી ચૂંટણીના જંગમાં ઝંપલાવ્યું હતું અને ત્રણ ટર્મથી જીતતા આવતા ભાજપના ઉમેદવારને ૧૮ હજારથી વધુ મતોથી પરાસ્ત કર્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!