ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૩.૪૧ ટકા થયો

0

ગુજરાતમાં કાળમુખા કોરોનાનું જાેર હવે ધીમું પડ્યું છે. ત્યારે હવે છેલ્લા ર૪ કલાકમાં ૯૮૮ નવા કેસ નોંધાયા છે. જાે કે, દિવાળી બાદ તો કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવતા રોજ કોરોનાના ૧પ૦૦થી વધુ નવા કેસ નોંધાતા હતા, તેવામાં હવે નવા કેસો ઘટતા હાલ તો તંત્રએ રાહત લીધી છે. પરંતુ યુકેમાં કોરોનાનો નવો ચેપ ફેલાતા લોકોમાં દહેશતનો માહોલ છે. તેવામાં મંગળવારે લંડનથી આવેલી ફ્લાઈટમાં પાંચ દર્દીઓ પોઝિટિવ આવતા તેમને દાખલ કરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. એટલે કોરોનાનો નવો ચેપ ફેલાય નહીં તેની તકેદારી રાખવા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે તો કોરોનાના ૧૦૦૦થી ઓછા કેસ સામે આવ્યા છે આજે કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં ૯૮૮ પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ- ૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૨,૩૭,૨૪૭એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૭ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૪૨૪૮એ પહોંચ્યો છે. જ્યારે ૧૨૦૯ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જાે કે, ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે-ધીરે વધી રહ્યો છે અને ૯૩.૪૧ ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં ૫૪,૫૮૭ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોનાની વૈશ્વિક મહામારીથી થતાં મૃત્યુમાં હવે તેમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આરોગ્ય વિભાગે વિતેલા ૨૪ કલાકમાં સારવાર હેઠળના ૭ દર્દીઓનાં મોત થયાનું સ્વીકાર્યું છે, જેમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં ૫ લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશનમાં ૧ અને બોટાદમાં ૧ વ્યક્તિએ દમ તોડ્યો હતો, આમ ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૪૨૪૮એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૨,૨૧,૬૦૨ નાગરીકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ ૧૧,૩૯૭ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૬૪ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૧,૩૩૩ સ્ટેબલ છે. કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન ૨૦૧, સુરત કોર્પોરેશન ૧૨૮, વડોદરા કોર્પોરેશન ૧૦૪, રાજકોટ કોર્પોરેશન ૧૦૨, મહેસાણા ૩૫, વડોદરા ૩૩, ખેડા ૩૨, સુરત ૩૨, રાજકોટ ૩૧, પંચમહાલ ૨૪, દાહોદ ૨૩, ગાંધીનગર ૧૮, જામનગર કોર્પોરેશન ૧૭, ગાંધીનગર કોર્પોરેશન ૧૫, બનાસકાંઠા ૧૩, ભાવનગર કોર્પોરેશન ૧૩, કચ્છ ૧૩, મહીસાગર ૧૩, અમરેલી ૧૦, ભરૂચ ૧૦, જામનગર ૧૦, સાબરકાંઠા ૧૦, સુરેન્દ્રનગર ૧૦, આણંદ ૯, મોરબી ૯, નર્મદા ૯, પાટણ ૯, અમદાવાદ ૮, જૂનાગઢ કોર્પોરેશન ૮, ગીર-સોમનાથ ૭, જૂનાગઢ ૭, અરવલ્લી ૫, વલસાડ ૪, બોટાદ ૩, દેવભૂમિ દ્વારકા ૩, નવસારી ૩, ભાવનગર ૨, છોટાઉદેપુર ૨, તાપી ૨, પોરબાંદર ૧ કેસ સામે આવ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!