વેરાવળ કોર્ટમાં પશુઓનો મુદામાલ છોડાવવા માટે કોર્ટમાં ખોટા દસ્તાવેજ રજુ કર્યાનું પોલીસે તપાસમાં ભાંડો ફુટતા માંગરોળના બે શખ્સો સામે સુત્રાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જયારે આ પશુઓના ગુનામાં પકડાયેલા આરોપીઓ પૈકી એક શખ્સે ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન અરજી કરેલ જે નામંજુર થયેલ હોવાનું જાણવા મળેલ છે.
આ કેસની વિગતો આપતા સરકારી એડવોકેટ કેતનસિંહ વાળાએ જણાવેલ કે, સુત્રાપાડા પોલીસે ટીંબડી ગામના પાટીયા પાસેથી પાડા-પાડી પશુ જીવ સાતને પશુ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનીયમ અન્વયે કબ્જે કરેલ હોય જે પશુઓને પરત મેળવવા કોર્ટમાં હુસેનશા અબશા જલાલી (રહે.વડાળા)એ મુદામાલ મેળવવા માટે અરજી કરેલ હતી. જેમાં ગ્રામ પંચાયતનો દાખલો રજુ કરેલ જે દાખલાની ચકાસણી પોલીસ દ્વારા કરાતા આ દાખલો ખોટો હોવાનું બહાર આવતા પી.એસ.આઇ. હેરમાએ હારૂન અહમદ બીલી (રહે.માંગરોળ), મહિલા સરપંચ બીબીબેનના પતિ ઇકબાલ મુસા (રહે.વડાળા) સામે કોર્ટ બહાર ખોટા દસ્તાવેજ બનાવેલ હોવાનો ગુનોં નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ગુનાનાં ત્રણ આરોપી પૈકી હારૂન અહમદ બીલી દ્વારા ત્રીજા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ શ્રી બી.એલ. ચોથાણી સમક્ષ જામીન અરજી રજૂ કરેલ જેમાં સરકારી વકીલ કેતનસિંહ વાળાએ ખોટો દાખલો રજૂ કરી ગંભીર પ્રકારનો ગુન્હો આચરેલ છે અને જામીન મુકત કરવામાં આવે તો તપાસને અસર થાય તેમજ અન્ય આરોપીને ઝડપવાના બાકી હોય તેવી દલીલોને ધ્યાને લઇ જજશ્રી દ્વારા જામીન અરજી નામંજુર કરતો હુકમ કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews