દિલ્હીમાં એક માસથી ચાલી રહેલ ખેડુત આંદોલનમાં શહીદ થયેલ ખેડૂતોને શ્રધ્ધાંજલી પાઠવવા અને સમથર્નમાં ગઈકાલે વેરાવળ ખાતે ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરીષદ યોજી કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓને કાળા કાયદા ગણાવી પરત ખેંચવા માંગણી કરી હતી.
વેરાવળમાં જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા પ્રમુખ મનસુખ ગોહેલ, ધારાસભ્ય પુંજાભાઇ વંશ, અમુભાઇ સોલંકી, કરશનભાઈ બારડ, હિરાભાઇ રામ સહિતનાએ પ્રથમ ખેડુતો આંદોલનમાં શહીદ થયેલા ખેડુતોને બે મિનિટનું મૌન પાડી શ્રધ્ધાંજલી પાઠવી હતી. ત્યારબાદ યોજેલ પત્રકાર પરીષદમાં ધારાસભ્ય પુંજાભાઇ વંશે જણાવેલ કે, કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા લઇ આવવામાં આવેલ ત્રણેય કૃષિ બીલ ખેડુતો માટે કાળા કાયદા સમાન તેમજ નુકશાનકારક હોવાનો આક્ષેપ કરી રોષ વ્યકત કર્યો હતો. સરકારે ખેડૂતલક્ષી તમામ બીલો પરત ખેંચવા જાેઇએ. કૃષિ બિલ અંગે જાહેરમાં ચર્ચા કરવા કૃષિમંત્રી આર.સી. ફળદુ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ચેલેન્જ આપી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews