જૂનાગઢ રેડક્રોસનાં ચેરમેન મહેન્દ્રભાઈ મશરૂનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ રેડક્રોસનાં સેંટ જહોન એસો.નાં તબીબ પ્રાધ્યાપક ડો. જગદીશ દવેએ હાલમાં કોરોના મહામારી સાથે સાથે ‘મ્યુકર માયકોસીસ’ નામના ફંગલ ઈન્ફેકશનનાં કેસો ગુજરાત સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં દેખાયા છે. આ બાબતે ડો. જગદીશ દવેએ શહેર-જીલ્લાની પ્રજાને માહિતગાર કરતાં જણાવ્યું છે કે આ રોગ ઝાડ-પાનનો કચરો, સડેલા શાકભાજી-મટન, કોહવાટને કારણે તેમજ રોગ પ્રતિકારક શકિત ઓછી હોય તેવા વ્યકિતઓ, ડાયાબીટીશ, કીડનીની તકલીફોને કારણે સતત કેથેટર રાખેલ દર્દીઓમાં ફુગ-ઈન્ફેકશનથી ફેલાય છે.
નાકમાંથી પ્રવાહી વહેવું, નાકમાં દુઃખાવો થાય, માથુ દુઃખે, ગાલ ઉપર સોજાે આવે, કાળું સર્કલ પડે તેવા પ્રાસંગીક લક્ષણો દેખાય તો તરત જ તબીબી સારવાર શરૂ કરવી કારણ કે આ ફુગથી ફેફસામાં ન્યુમોનીયા તથા મગજમાં સોજાે આવવાની શકયતા રહે છે. જે દર્દીની સ્થિતિ ગંભીર બનાવી શકે છે.
કોરોનાની માફક આ રોગ સ્પર્શથી ફેલાતો નથી તેમજ આ રોગ અગાઉ પણ અસ્તીત્વમાં છે જ જેથી પ્રજાજનોએ ગભરાવવાની જરૂર નથી. પરંતુ કોરોના સંક્રમણને કારણે માસ્ક પહેરવું, અંતર રાખવું અનિવાર્ય છે. નાકના પ્રવાહીની લેબોરેટરી તપાસ તથા સીટી સ્કેન તપાસ આવશ્યક છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews