શુક્રવારે ગીતા જયંતી સાથે મોક્ષદા એકાદશી

0

માગશર શુદ અગીયારશને શુક્રવાર તા. રપ-૧ર-ર૦ર૦નાં દિવસે ગીતા જયંતી છે અને સાથે મોક્ષદા એકાદશી પણ છે. ગીતા સંસારનાં બધાજ દુઃખોમાંથી છુટવાનો સરળ ઉપાય છે. ગીતાને વેદોથી પણ શ્રેષ્ઠ ગણવામાં આવેલ છે. કારણ કે વેદોનો અભ્યાસ લાંબો અને અઘરો છે પરંતુ ગીતાને દરેક વ્યકિત સરળતાથી સમજી શકે છે તેમાં ખાસ કરીને ગીતાને સમજી અને વ્યકિત પોતે તો મુકિત પામે છે પરંતુ બીજા લોકોને પણ મુકિત અપાવે છે. કરોડો યજ્ઞ દાન કરો પરંતુ ગીતાનાં જ્ઞાન વગર નકામું છે. મહાત્મા ગાંધીજી કહેતા જયારે સંકટમાં પડુ છું ત્યારે ગીતાનો સહારો લઉ છું. ભગવાન પોતે કહે છે ગીતા મારો પરમ ગુરૂ છે. મારૂ હ્ય્દય છે અને મારો સાર છે અને અવિનાશી જ્ઞાન છે અને ગીતા મારૂ ઘર છે અને ગીતાનો સહારો લઈ અને ત્રણેય લોકનું હું પાલન કરૂ છું. જે લોકોને પિતૃદોષ હોય તેવા લોકોએ પિતૃનાં આર્શીવાદ મેળવવા માટે ભાગવતગીતાનું અનુષ્ઠાન કરી શકે છે. ગીતાનાં પાઠ કરી શકે છે.
ગીતાનાં પુસ્તકનું પૂજન
સોૈ પ્રથમ સામે બાજાેઠ ઉપર સફેદ કપડા ઉપર ગીતાનું પુસ્તક રાખવું ત્યારબાદ તેને ચાંદલો ચોખા કરી પાંચ નામ લેવા ૧. ૐ કેશવાય નમઃ ર. ૐ નારાયણાય નમઃ ૩. ૐ માધવાય નમઃ ૪. ૐ ગોવિન્દાય નમઃ પ. ૐ શ્રીકૃષ્ણાય નમઃ અને ત્યારબાદ થોડા અબીલ ગુલાલ અર્પણ કરવા, ફુલ ચડાવું, નૈવેદ્ય અર્પણ કરવું, આરતી કરવી, ગીતાજીનાં પાઠ કરવા. આખી ગીતા વાંચી ન શકાય તો પ્રથમ મહાત્મય અને ત્યારબાદ પહેલો, ચોથો, નવમો, અગીયારમો, તેરમો અને પંદરમો અધ્યાયનો પાઠ કરવો અથવા કોઈપણ એક અધ્યાયનો પાઠ કરવો આમ કરવાથી ઘરમાં શાંતી રહે છે અને પિતૃદોષમાંથી મુકિત મળે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!