પક્ષ વિરોધી પ્રવૃત્તિના આક્ષેપ સાથે જૂનાગઢ યુથ કોંગ્રેસના પ્રમુખને સસ્પેન્ડ કરાયાં

જૂનાગઢ યુથ કોંગ્રેસના પ્રમુખને પ્રમુખપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાના આક્ષેપ સાથે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહયું છે. આ અંગે મળતી વિગત મુજબ યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે જાેલીત બુહાને જવાબદારી સોંપાઈ હતી. તેઓ છેલ્લા કેટલાક સમયથી આ જવાબદારી નિભાવી રહયા હતાં. દરમ્યાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાના કારણે જાેલીત બુહાને યુથ કોંગ્રેસના પ્રમુખપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહયું છે. હાલ યુથ કોંગ્રેસ પ્રમુખની જવાબદારી કાર્તિક ઠાકરને સોંપવામાં આવી છે. આ નિર્ણયથી પક્ષના કાર્યકરોમાં હડકંપ મચી ગયો છે.
દરમ્યાન શહેર કોંગ્રેસ બાદ યુથ કોંગ્રેસમાં પણ વિવાદ ઘર કરી ગયો છે. તાજેતરમાં જ થયેલી વોર્ડના પ્રમુખો, ઉપપ્રમુખો, મંત્રી અને મહામંત્રીની વરણીમાં પણ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. ખાસ કરીને કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી અને ધારાસભ્ય ભીખાભાઈ જાેષીની પણ પક્ષના કાર્યકરો પણ પકકડ રહી ન હોવાનું ચર્ચાઈ રહયું છે. દરમ્યાન જાેલીત બુહાએ જણાવ્યું હતું કે, મને સસ્પેન્ડ કરવામાં આવ્યો નથી, મેં જાતે જ રાજીનામું ધરી દીધું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!