ગીર સોમનાથ : ધામળેજ બંદરની પીરાણી હોડીને મધદરીયે ફીશીંગ બોટે હડફેટે લીધી : ૧ નું મૃત્યું, ૧ લાપત્તા

0

ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના ધામળેજ બંદરની પીરાણી હોડીને મધદરીયે અજાણી ફીશીંગ બોટે હડફેટે લેતા પીરાણી હોડીમાં સવાર ૪ ખલાસીઓ પૈકી એકનું મોત નિપજેલ હતું. એક લાપતા બનેલ જયારે બે ખલાસીઓને અન્ય હોડીએ બચાવી લીધેલ હતા. આ ઘટનાના પગલે નાના એવા ધામળેજ ગામના માછીમાર સમાજમાં શોકની લાગણી પ્રસરી હતી.
આ ગોઝારી ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ધામળેજ બંદરના ખલાસી મુકેશ સોલંકી, દેવચંદ ભીમભાઇ ચૌહાણ, જેઠા કાના સોલંકી, જીતેન્દ્ર બાબુ ચૌહાણ સાગરી નામની પીરાણી હોડી લઇ સોમવારના રોજ ફીશીંગ અર્થે દરીયામાં ગયેલ હતા. દરમ્યાન મંગળવારની મોડીરાત્રીના મધદરીયે ફીશીંગ કરી રહેલ ત્યારે અચાનક એક મોટી ફીશીંગ બોટે પીરાણી હોડીને હડફેટે લેતા હોડીમાં પાણી ભરાવવાનું શરૂ થયુ હતું. જેથી જીવ બચાવવા હોડીમાં સવાર ચારેય ખલાસીઓ દરીયામાં કુદી ગયેલ હતા. આ સમયે ત્યાંથી પસાર થઇ રહેલ અન્ય પીરાણી હોડીએ ખલાસી મુકેશ સોલંકી અને દેવચંદ ચૌહાણ બંન્નેને બચાવી લીધેલ હતા. જયારે જીતેન્દ્ર બાબુ ચૌહાણ અને જેઠા કાના સોલંકી બંન્ને દરીયામાં લાપતા બનેલ હતા. જેથી અન્ય હોડીએ બંદર કાંઠે આવી અકસ્માતની ઘટનાની આગેવાનો અને ફીશરીઝ વિભાગને જાણ કરી હતી. જેથી દરીયામાં લાપતા બંન્ને ખલાસીઓની માછીમારોએ શોધખોળ હાથ ધરતા જીતેન્દ્ર ચૌહાણનો મૃતદેહ હાથ લાગ્યો હતો. જયારે જેઠા કાના સોલંકીનો પતો લાગ્યો ન હોવાનું ફીશરીઝ ગાર્ડે જણાવેલ છે.
આમ આ ગોઝારી અકસ્માતની ઘટનામાં એક ખલાસીનું મૃત્યું નિપજેલ હતું, એક લાપત્તા બનેલ છે અને બે ખલાસીઓ બચી જવા પામેલ છે. આ ચારેય ખલાસીઓ ધામળેજ ગામના જ રહેવાસી હોવાથી અકસ્માતની ઘટનાને લઇ નાના એવા ગામમાં શોકની લાગણી પ્રસરી હતી. આ અકસ્માત અંગે ફીશરીઝ વિભાગે બચી ગયેલા ખલાસીઓના નિવદેનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!