તાલાલા પંથકની સગીરા ઉપર બળજબરીથી બળાત્કાર ગુજારનાર શખ્સને કોર્ટે આજીવન કેદ ફરમાવી

બે વર્ષ પૂર્વે તાલાલા પંથકની સગીર વયની બાળા ઉપર જશાપુર ગામના શખ્સે બળજબરીથી બળાત્કાર કરેલ હોવાનો બનાવ બનેલ હતો. આ બનાવનો કેસ વેરાવળ સેસન્સ કોર્ટમાં ચાલી જતા આરોપી શખ્સોને આજીવન કેદની સજા અને ભોગ બનનાર સગીર બાળાને રૂા.ચાર લાખનું વળતર ચુકવવા કોર્ટે હુકમ કરેલ છે.
આ કેસ અંગે સરકારી વકીલ કે.પી. પંડયાએ જણાવેલ કે, તાલાલા પંથકના જશાપુર ગામના અજીત ઉર્ફે રાણો ભાણા ઉર્ફે રમેશ બાબરીયાએ બે વર્ષ પૂર્વે તા. રપ-૧-ર૦૧૮ના બપોરના સમયે સગીર વયની બાળા સ્કુલે જતી હતી તે સમયે લલચાવી ફોસલાવી મોબાઇલના બહાને ઘરે બોલાવી બળજબરીથી બળાત્કાર કરેલ હતો. ત્યારબાદ સગીર બાળા ઘરે એકલી હતી ત્યારે અજીતે ફરી તેના ઘરમાં પ્રવેશ કરી બળજબરીથી બીજી વખત સંભોગ બાંધી જાતીય સતામણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાતા પોલીસ તપાસમાં પુરાવાઓ ઉપરથી આરોપી અજીત ઉર્ફે રાણો ભાણા ઉર્ફે રમેશ બાબરીયા સામે પોસ્કોની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. જેનો કેસ વેરાવળ નામદાર ત્રીજા એડીશ્નલ સેસન્સ જજ બી.એલ. ચોથાણી સમક્ષ ચાલતા આરોપી અજીત ઉર્ફે રાણો ભાણા ઉર્ફે રમેશ બાબરીયાને જાતીય ગુન્હાઓ સામે બાળકોને રક્ષણ આપતા અધિકાર ર૦૧ર ની કલમ ૪, પ (૧ર) (એલ) મુજબ આજીવન કેદની સજા તથા કલમ ૪પ૭માં એક વર્ષની સજા તથા પ૦૬(ર) માં એક વર્ષની સજા અને તમામ સજાઓ સખ્ત કેદની ફરમાવેલ તેમજ રૂા.૧૧ હજાર જુદી-જુદી કલમો હેઠળ દંડ કરેલ હતો. આ કેસમાં સમગ્ર પ્રોસીકયુશન સરકારી વકીલ કે.પી. પંડયાએ ચલાવી દલીલો કરેલ જેને ધ્યાને લઇ કોર્ટે ભોગ બનનાર સગીર બાળાને રૂા.ચાર લાખનું વળતર ચુકવવા અને ભોગ બનનાર બાળા હાલ પણ સગીર વયની હોય જેથી પુખ્ત વયની ન થાય ત્યાં સુધી વળતરની રકમ ફીકસ ડીપોઝીટમાં મુકવા દાખલારૂપ ચુકાદો આપેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!